તાજા સમાચારગુજરાત

કોરોના મહામારી વચ્ચે CM રૂપાણીનું મહત્વપૂર્ણ સંબોધન, કહ્યું આ લોકો પર સૌને આશા છે કે…

794views

સોશિયલ મીડિયાના માધ્યમથી મુખ્યમંત્રી વિજય રૂપાણી સવારે 11 વાગે રાજ્યની જનતાને સંબોધન કર્યું હતું. મુખ્યમંત્રીએ કોરોના વોરિયર્સને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, મેં તમારા સંઘર્ષને નજીકથી જોયો છે, એક વર્ષથી તમે થાક્યા વગર કામ કરી રહ્યા છો, આ એક તપસ્યા સમાન છે. કોરોના હારશે, ગુજરાત જીતશે, તમારા પર સૌને આશા છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, મહામારીની શરૂઆતથી ત્યારથી જાનની બાજી લગાવીને, દિવસ રાત જોયા વગર, પોતાના પરિવારની ચિંતા કર્યા વિના દર્દીની સેવા કરી. કેટલાક ડોક્ટર્સ, નર્સ અને કોરોના વોરિયર્સે પોતાના જીવ પણ ગુમાવ્યા. આજે ફરી એક વખત પરિસ્થિતિ કથળી છે, કોરોનાના કેસ વધ્યા છે ત્યારે આખુ રાજ્ય આશા રાખી રહી છે. તમારુ કામ તપસ્યા સમાન છે.

આ સાથે મુખ્યમંત્રી રૂપાણી ને કહ્યું કે, આ લડાઇ લાંબી ચાલી છે. તમે પણ મનુષ્ય છો. નારાશા અને થકાવટ પણ થાય. પરંતુ આ કોરોના ક્યારે હટશે ત્યારે હિમ્મત અને આશા રાખીશું. આખુ ગુજરાત તમારા પર આશા રાખે છે. આપણો વિજય થશે.