તાજા સમાચારગુજરાત

ગુજરાત ભાજપ શાસિત રાજ્યોમાં આપે છે રેમડેસિવિર ? આ સમાચારનો ખુલાસો થયો. ગુજરાતમાં રેમડેસિવિરની વિગત જાણો

264views
  • ગુજરાત સરકારે રાજ્યના કોરોના સંક્રમિત દર્દીઓને જરૂરિયાત પ્રમાણે રેમડીસિવિર ઇન્જેક્શન મળી રહે તે માટે પૂરતી વ્યવસ્થા અને પ્રબંધ કર્યા છે
  • હાલ રાજ્યમાં રોજના આશરે 25 હજાર આવા ઇન્જેક્શન રાજ્ય સરકાર દ્વારા સરકારી તેમજ ખાનગી કોવીડ હોસ્પિટલોમાં ભરતી થયેલા અને ગંભીર લક્ષણો ધરાવતા લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે.
  • આજે અમુક મીડિયામાં વહેતા થયેલા અહેવાલો માં જણાવાયું છે કે ભાજપા શાસિત રાજ્યો ને ગુજરાતમાંથી રેમડીસિવિર ઇન્જેક્શન મોકલવામાં આવશે.. આ અહેવાલો બિલકુલ પાયા વિનાના અને તથ્ય વિહીન છે.

રાજ્ય સરકાર હાલ રાત દિવસ એક કરીને લોકોને તમામ જરૂરિયાત પહોંચાડી રહી છે. ટેસ્ટ, ટ્રીટમેન્ટ અને વેક્સીનેશનમાં ઝડપ વધારી રહી છે. હાલ રાજ્યમાં રોજના આશરે 25 હજાર આવા ઇન્જેક્શન રાજ્ય સરકાર દ્વારા સરકારી તેમજ ખાનગી કોવિડ હોસ્પિટલોમાં ભરતી થયેલા અને ગંભીર લક્ષણો ધરાવતા લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. રાજ્યમાં રેમડેસિવિરની તંગી ઊભી ના થાય અને પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ અને પ્રયત્નશીલ છે.

– રાજ્ય સરકારે ઈન્જેક્શન પર પક્ષપાતના આરોપો ફગાવ્યા.

આજે અમુક મીડિયામાં વહેતા થયેલા અહેવાલોમાં જણાવાયું છે કે ભાજપા શાસિત રાજ્યોને ગુજરાતમાંથી રેમડેસિવિર ઇન્જેક્શન મોકલવામાં આવશે. આ અહેવાલો બિલકુલ પાયા વિનાના અને તથ્ય વિહીન છે. ગુજરાત સરકારે રાજ્યમાં લોકો માટે પૂરતા પ્રમાણમાં આ રેમડેસિવિર ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવ્યા છે અને ભાજપા શાસિત અન્ય રાજ્યોમાં આવા કોઈ જ રેમડેસિવિર ઇન્જેક્શન મોકલવાની વાત તથ્ય વિનાની અને સદંતર ખોટી બાબત છે.

– લોકો જરૂર વિના ઈન્જેક્શન લે છે તે ઘાતક છે
.
રાજ્ય સરકારે હાઈકોર્ટને ઈન્જેક્શનની અછત પર જવાબ આપ્યો હતો. સરકાર કહ્યુ કે, જે લોકો ઘરે સારવાર લેતા હોય છે તેઓ જરૂર ન હોય છતા ડોકટરોની સલાહ મુજબ ઇન્જેકશનોનો આડેધડ ઉપયોગ કરે છે. અત્યારે લોકો માત્ર ઘરે આઇસોલેટ થાય ત્યારથી 6 ઇન્જેકશનનો સ્ટોક કરી લે છે. અત્યારે દેશમાં માત્ર 7 જગ્યાએ ઇન્જેકશનો બને છે.100 એમએલનું એક એવા 1 લાખ 75 હજાર ઇન્જેકશનનું ઉત્પાદન કરી છે, ઇન્જેકશનને ઇમ્પોર્ટ કરતા નથી. આ કોઇ પેરાસિટિમોલ દવા નથી ખૂબ જોખમી ઇન્જેકશન છે તેનો ગમે તેમ ઉપયોગ કરે છે લોકો. 25 ટકા વાયલ ગુજરાતને મળે છે. અમને જરૂર પડશે તો એવું વિચારીને લોકો સંગ્રહ કરે છે.