તાજા સમાચારગુજરાત

મજબુત મનના માનવીને હિમાલય પણ નથી નડતો.. ભાવનગરના 102 વર્ષના દાદીએ 12 જ દિવસમાં કોરોનાને બાય-બાય કહ્યુ 

176views

1 લાખે એક એક કેસ આવો બને છે કે સો વર્ષથી ઉપરના દર્દી કોરોનાને હરાવી શકે છે. આખરે આ દાદીની રોગપ્રતિકાર શક્તિનું રહસ્ય શું છે ?

સુપર દાદીને જોવા હોય તો હાલ ભાવનગર જવુ પડે. ભાવનગરના 102 વર્ષની વયના રાણીબેન શ્યામજીભાઈ કોજાણીએ માત્ર 12 દિવસમાં કોરોનાને મ્હાત આપી કોરોના સામેનો જંગ જીત્યો છે.

ભાવનગર શહેરના તળાજા રોડ પર રહેતાં 102 વર્ષીય રાણીબેન કોજાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને ગત તા.2 એપ્રિલના રોજ ભાવનગરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં હતાં. આ સમયે તેમનો ઓક્સિજનનું પ્રમાણ ઘટતું જતું હતું અને વયોવૃદ્ધ ઉંમરને કારણે પરિવારનું પણ ટેન્શન વધતું જતું હતું. હોસ્પિટલમાં 12 દિવસમાંથી રાણીબેન 9 દિવસ તો ઓક્સિજન પર રહ્યા હતા અને છેલ્લા ત્રણ દિવસથી જ તેમને ઓક્સિજન પરથી હટાવવામાં આવ્યા હતા.

ઘરનું સાદુ જમવાનું અને નિયમતતા રાખવાની 

102 વર્ષની ઉંમરના દાદી કહે છે કે તેની રોગપ્રતિકારક શક્તિ મજબુત છે. તેઓ ઘરનું સાદુ ભોજન લે છે અને જીવનશૈલીમાં નિયમતિતા રાખે છે. કોઈ પણ પરિસ્થિતિમાં હાસ્યને છોડવાનું નહિ. પૌષ્ટિક આહારથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.

વધુ એક વડીલે કોરોનાને હરાવ્યો હતો.

સુરતના 91 વર્ષીય સુભાષભાઈ ડાહ્યાભાઇ ઝવેરી છેલ્લા દસ દિવસથી મહાવીર ટ્રોમા હોસ્પિટલમાં એડમિટ હતા. 40% કોરોના હતો આઠ દિવસ ઓક્સિજન પર રાખવામાં આવ્યા હતા. મંગળવારે સાજા થઇ હોસ્પિટલમાંથી રજા આપી.

કહેવાનો અર્થ કોરોના કોઈ અસાધ્ય બિમારી નથી. કોરોનાથી જીતી શકાય છે. કોરોનાથી જીતવું શક્ય છે. મન મજબુત રાખવુ ખુબ જરૂરી છે.