તાજા સમાચારદેશ

રસીકરણ મુદ્દે મોદી સરકારે લીધેલા આ દમદાર નિર્ણયના પરિણામે લોકોને મળશે કોરોનાથી ઝડપી છુટકારો

617views

ભારતમાં ચાલી રહેલા વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક અપીલ પર દેશના તમામ રાજ્યોમાં શરૂ કરવામાં આવેલ ટીકા ઉત્સવના કારણે રસીકરણ અભિયાન વધુ વેગવંતુ બની રહ્યું છે. ત્યારે આ રસીકરણ અભિયાનને વધુ વેગ આપવા માટે મોદી સરકારે બીજો મોટો નિર્ણય લીધો છે. રસીકરણને વધુ ગતિ આપવા કેન્દ્ર સરકારે વિદેશી કોવિડ રસીઓને દેશમાં પ્રવેશ આપવાની પ્રક્રિયા ઝડપી બનાવવાનો નિર્ણય લીધો છે. એટલે કે, રસીના પરીક્ષણની પ્રક્રિયા ઝડપી કરવામાં આવશે અને ત્યારબાદ કોઈપણ વિદેશી રસી તાત્કાલિક મંજૂરી આપવામાં આવશે.

રસીકરણ અભિયાનને વેગ આપવા માટે, વિદેશ નિર્મિત કોરોના રસી, જે વિવિધ દેશોમાં કટોકટીના ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે, તેને ભારતમાં આયાત કરવામાં આવશે. નેશનલ એક્સપર્ટ ગ્રુપ ઓન વેક્સિન એડમિનિસ્ટ્રેશન ફોર કોવિડ 19ની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે કોરોના વિરુદ્ધની રસીઓ જે વિદેશમાં બનાવવામાં આવે છે અને જેને USFDA, EMA, UK MHRA, PMDA, જાપાન દ્વારા WHO યાદીમાં સામેલ છે અને બીજા દેશોમાં ઇમરજન્સીના ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે, તેઓને ભારતમાં પણ ઇમરજન્સીના ઉપયોગ માટે મંજૂરી હોવી જોઈએ.

કેન્દ્ર સરકારે પ્રસ્તાવને સ્વીકાર્યો

ભારત સરકારે NEGVAC ના આ પ્રસ્તાવને સ્વીકાર્યો છે. NEGVAC એ પણ પ્રસ્તાવ મૂક્યો છે કે વિદેશમાં બનાવવામાં આવતી રસી ભારતમાં આયાત કરવામાં આવશે. તે પહેલા માત્ર 100 લોકોને આપવામાં આવશે અને તેઓનું નિરીક્ષણ 7 દિવસ સુધી કરવામાં આવશે. તે પછી જ રસીકરણ અભિયાનમાં તેનો સમાવેશ કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સપ્તાહમાં દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થયો છે.