તાજા સમાચારઆંતરરાષ્ટ્રીયદેશ

શું ખરેખર રાફેલ વિમાન ડીલમાં થયો હતો કરોડનો ભ્રષ્ટાચાર? આ દિગ્ગજ કંપનીએ કર્યો સૌથી મોટો ખુલાસો

465views

એક તરફ કેન્દ્રની મોદી સરકાર દેશના સૈન્યને આધુનિક શસ્ત્રોથી સજ્જ કરીને દેશની સુરક્ષામાં વધારો કરી રહી છે. જ્યારે બીજી તરફ કેટલાક તકવાદી નેતાઓ તેમજ સરકાર વિરોધી રાજકીય પક્ષો મોદી સરકારને બદનામ કરવા સતત પ્રયાસો કરી રહ્યા છે. તેવામાં ભારત-ફ્રાન્સ વચ્ચે થયેલા રાફેલ ફાઈટર વિમાનના સોદામાં ભ્રષ્ટાચાર થયો હોવાની અફવાએ જોર પકડ્યું છે. પરંતુ રાફેલ જેટ બનાવનાર કંપની ડસૉલ્ટ એવિએશને આ તમામ પાયાવિહોણા ભ્રષ્ટાચારના આરોપોને નકારી નાખ્યા છે.

થોડા દિવસો પહેલા ફ્રેન્ચ મીડિયા ગ્રૂપ મીડિયા રીપાર્ટે દાવો કર્યો છે કે, રાફેલ બનાવતી ફ્રેન્ચ કંપની દસોલ્ટે ભારતમાં એક વચેટિયાને 10 લાખ યુરો (આશરે રૂ. 8.65 કરોડ) ભેટ તરીકે આપ્યા હતા. ત્યારે આ સમગ્ર મુદ્દે રાફેલ ફાઈટર જેટ બનાવનાર કંપની ડસૉલ્ટ એવિએશને ભ્રષ્ટાચારના આ મીડિયા રિપોર્ટ નું ખંડન કર્યું છે. તેમજ કહેવામાં આવ્યું છે કે ભારત અને franch સરકાર વચ્ચે થયેલા રાફેલ જેટના સોદામાં કોઈપણ પ્રકારના નિયમોનું ઉલ્લંઘન થયું નથી.

આ સાથે કંપનીએ ખુલાસો કરતા કહ્યું કે આ સોદા પર ફ્રાન્સની ભ્રષ્ટાચાર નિરોધક એજન્સી સહિત અન્ય અધિકારીક સંગઠનો દ્વારા કડક ધ્યાન રાખવામાં આવ્યું છે. તેમજ ભારત સાથે રાફેલ અથવા અન્ય કોઈ પણ ડિલમાં કોઈ પણ પ્રકારનું ઉલ્લંઘન થયું નથી. આ સાથે કંપનીએ કહ્યું કે તેઓ ભારત સાથે 36 રાફેલ ફાઈટર જેટ વિમાનો પૂરા પાડવાના નિયમો તેમજ માપદંડોને પુરા કરશે.

આમ થોડા દિવસો પહેલા ફ્રેન્ચ મીડિયા ગ્રૂપ મીડિયા રીપાર્ટે દાવો પર રાફેલ જેટ બનાવતી કંપનીએ કરેલા ખુલાસા પરથી સાબિત થાય છે કે રાફેલ ફાઈટર જેટના સોદામાં કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર થયો નથી.

Default Opt-in Icon
સબસ્ક્રાઈબ કરો અને મેળવો મહત્વના તમામ સમાચાર
આપ જ્યારે પણ ઈચ્છો ત્યારે આ નોટિફિકેશન્સને બંધ કરી શકો છો