તાજા સમાચારઆંતરરાષ્ટ્રીય

બ્રિટનના PM જ્હોન્સને ભારત પ્રવાસ પહેલા જ PM મોદીને લઈ આપ્યું મોટું નિવેદન

614views

વર્ષો બાદ ભારતને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વરૂપમાં એક એવું નેતૃત્વ મળ્યું છે કે જેના દરેક કાર્યોની નોંધ આંતરરાષ્ટ્રીય સ્તરે લેવાઈ રહી છે. પરિણામે આજે વિશ્વભરમાં ભારતની એક મજબૂત છબી રજૂ થઈ રહી છે. અને તેમા પણ કોરોના કાળમાં મોદી સરકારે લીધેલા નિર્ણયો તેમજ કોરોના સામે લોકોને રક્ષણ આપતી વેક્સીન અન્ય દેશોને વિનામૂલ્યે આપવાના નિર્ણયની હાલ સૌ કોઈ પ્રશંસા કરી રહ્યા છે. તેવામાં બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સને ભારત પ્રવાસ પહેલા જ મહત્વનું નિવેદન આપતા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભારોભાર વખાણ કર્યા છે.

બોરિસ જોનસને પોતાના ભારત પ્રવાસ પહેલા જળવાયુ પરિવર્તનના મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બે મોઢે વખાણ કર્યા હતાં. જ્હોન્સને કહ્યું હતું કે, ગ્લોબલ વોર્મિંગ સામેની જંગમાં પીએમ મોદીના નેતૃત્વમાં ભારતે અનેક મહત્વના પગલાં લીધા છે. તેમણે ભારતને પોતાનો મિત્ર ગણાવતા કહ્યું હતું કે, આગામી મહિનાની પ્રસ્તાવિત યાત્રા દરમિયાન વાર્તાના એજન્ડામાં ટકાઉ ભવિષ્ય માટે લંડન અને નવી દિલ્હીના જોઈન્ટ દ્રષ્ટિકોણ સહિત અનેક મુદ્દાઓ સામેલ થશે.

ICDRI ને સંબોધિત કરતા બોરિસ જ્હોન્સને તેની મેજબાની કરવા અંગે પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સંમેલન ડિજિટલ માધ્યમથી આયોજિત કરાયું છે અને પીએમ મોદીએ તેનું ઉદ્ધાટન કર્યું હતું. આ દરમિયાન જ્હોન્સને જળવાયુ પરિવર્તન વિરુદ્ધ વૈશ્વિક લડતમાં નવીનકરણીય ઉર્જા જેવા ક્ષેત્રોમાં શાનદાર નેતૃત્વ અંગે પીએમ મોદીના વખાણ કર્યા હતાં. આ સાથે જ તેમણે ભારતના નેતૃત્વમાં તથા બ્રિટનની સહ અધ્યક્ષતામાં ICDRI ની ઉત્કૃષ્ટ પહેલનું સ્વાગત કર્યું.

જ્હોન્સને કહ્યું હતું કે, આ પ્રકારના ગઠબંધનનું લક્ષ્ય ફક્ત એકબીજા સાથે શીખવાનું જ નથી પરંતુ તે નાના દ્વિપીય રાષ્ટોને મદદ પહોંચાડવાનું પણ છે જે જળવાયુ પરિવર્તનથી સૌથી વધુ પ્રભાવિત થયા છે. ટકાઉ ભવિષ્ય માટે અમારી પાસે એક જોઈન્ટ દ્રષ્ટિકોણ છે અને હું પ્રધાનમંત્રી મોદી સાથે તેના પર વાતચીત માટે ઉત્સુક છું. જ્હોન્સન એપ્રિલના અંતમાં ભારત આવે તેવી શક્યતા છે. નોંધનીય છે કે બ્રિટનના પ્રધાનમંત્રીને ભારતના ગણતંત્ર દિવસના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરાયા હતા. પરંતુ કોરોના સંક્રમણને કારણે તેમનો પ્રવાસ સ્થગિત કરી દેવામાં આવ્યો હતો.

Default Opt-in Icon
સબસ્ક્રાઈબ કરો અને મેળવો મહત્વના તમામ સમાચાર
આપ જ્યારે પણ ઈચ્છો ત્યારે આ નોટિફિકેશન્સને બંધ કરી શકો છો