તાજા સમાચારદેશ

આ દિગ્ગજ કોંગી નેતાએ PM મોદીના કાર્યો અને વ્યક્તિત્વને લઈને કર્યા પેટ ભરીને વખાણ, કહ્યું – PM મોદી પાસેથી કોંગ્રેસ સહિત સમગ્ર દેશે શીખવું જોઈએ કે…

327views

કોંગ્રેસ ભલે મોદી સરકારના દરેક નિર્ણયનો વિરોધ કરતી હોય, પરંતુ અત્યારે પણ કોંગ્રેસ પક્ષમાં એવા નેતાઓ રહેલા છે કે જેઓ, સત્તામાં રહેલી મોદી સરકારના લોકકલ્યાણના નિર્ણયોની હંમેશા પ્રશંસા કરતા આવ્યા છે. તેવામાં ફરી એકવાર કોંગ્રેસના દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદે મોદી સરકારના કાર્યોની પ્રશંસા કરવાની સાથે સાથે પ્રધાનમંત્રી મોદી કેવા પ્રકારનું વિશાળ અને પ્રખર વ્યક્તિત્ત્વ ધરાવે છે તે અંગે મહત્વની ટિપ્પણી કરી છે.

કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે આજે પીએમ મોદીના વખાણ કરતા કહ્યું કે, પ્રધાનમંત્રી મોદીજી પોતાને ગર્વથી ચા વાળા કહે છે, ત્યારે મારા તેમની સાથે રાજકીય મતભેદ છે, પણ પીએમ મોદી એક જમીની વ્યક્તિ છે. તેવામાં આપણે પોતાની મૂળ વિનમ્રતા ના ભૂલવી જોઈએ. દેશભરના લોકોએ વિનમ્રતા મામલે પીએમ મોદી પાસેથી ઘણું શીખવું જોઈએ કે, મોદી વડાપ્રધાન બન્યા પછી પણ પોતાના મૂલ્યોને નથી ભૂલ્યા.

એક રાજકીય કાર્યક્રમમાં આઝાદે પીએમ મોદીના વખાણ તો કર્યા જ હતા અને સાથે તેમને એક જમીન સાથે જોડાયેલા વ્યક્તિ તરીકે વર્ણવ્યા હતા, આ સિવાય તેમની સાથેના રાજકીય મતભેદોનો ઉલ્લેખ કરીને કાશ્મીરની અર્થવ્યવસ્થા પર પોતાના વિચારો પણ રજૂ કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સત્તા સંભાળતાની સાથે જ દેશની સુરક્ષાના મુદ્દાથી લઈને દેશના નગરિકોને તમામ પ્રકારની સુવિધા મળી રહે તે માટે લીધેલા તમામ નિર્ણયોના કારણે તેમની લોકપ્રિયતા દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. તેવામાં હવે કોરોના કાળમાં કરેલી કામગીરીના કારણે પ્રધાનમંત્રી મોદીની વૈશ્વિક લોકપ્રિયતા વધવાની સાથે સાથે તેઓ એક વૈશ્વિક નેતા તરીકે નામના મેળવી વિશ્વભરમાં ભારતનું ગૌરવ વધારી રહ્યા છે.