તાજા સમાચારદેશ

દેશના પ્રધાનસેવકનું આ કાર્ય જોઈ લોકોએ ઉત્સાહભેર કહીં ઉઠ્યા, ” मोदी है तो मुमकिन है “, 87 વર્ષ બાદ લોકોને મળી આ મોટી સેવા

249views

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2014 થી લઈને આજદિન સુધી કરેલા કાર્યોના કારણે આજે વિશ્વભરમાં ભારતનું મહત્વ ઘણું વધ્યું છે. ભારતને આઝાદ થયાના 70 વર્ષ થયા હોવા છતાંય દેશના મોટા ભાગના વિસ્તારોના નાગરિકો પ્રાથમિક સેવાઓથી વંચિત હતા. પરંતુ પ્રધાનમંત્રી મોદીના 7 વર્ષના શાસની અંદર વિકાસથી વંચિત રહેલા નાગરિકોને વીજળી, પાણી, રસ્તા, શૌચાલય જેવી અનેક પ્રથામિક સેવાઓ મળી રહી છે. તેવામાં ફરી એકવાર મોદી સરકારે આઝાદી બાદથી પરિવહન સેવાથી વંચિત રહેલા નાગરિકોનું મોટું સ્વપ્ન સાકાર કર્યું છે.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો, સરાયગઢ-નિર્મલી રેલ્વે લાઈન પર આસનપુર – કુપહાથી નિર્મલી સુધીની મોટી રેલ લાઈન નિર્માણ કાર્ય પૂરૂ થતાની સાથે જ રેલવે વિભાગ દ્વારા ટ્રેનનું સ્પીડ ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં રાધોપુરથી નિર્માલી વચ્ચે પણ સ્પીડ ટેસ્ટ માટે ટ્રેન ચલાવવામાં આવી હતી. તેવામાં ટ્રેન સિટીની સાંભળતાંની સાથે જ લોકોએ ઉત્સાહભેર ” मोदी है तो मुमकिन है ” ના નારા લગાવવાનું શરૂ કર્યું હતું.

રેલ્વે અધિકારીઓના જણાવ્યા મુજબ, સ્પીડ ટ્રાયલ સફળ થયા પછી સીઆરએસને મંજૂરી મળી શકે છે. આવી સ્થિતિમાં, 87 વર્ષ પછી, નિર્મલી નગરજનોનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે. જેના કારણે આજે સ્થાનિક લોકો દ્વારા અહીં એન્જિનની સામે પૂજા-અર્ચના કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 1934 માં આવેલા મોટા ભૂકંપને કારણે શોર્ટ લાઇનનો ટ્રેક નાશ પામ્યો અને નિર્મલી-સારાગઢ વચ્ચેની ટ્રેન સેવા બંધ કરી દેવાઈ. તે સમયથી, મિથિલાંચલ બે ભાગમાં વહેંચાયેલું છે. 6 જૂન 2003 ના રોજ, તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ નિર્મલી કોલેજથી કોસી નદી પર મહાસેતુનો શિલાન્યાસ કર્યો હતો.