તાજા સમાચારદેશ

જય શ્રી રામ \ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે લોકો આપી રહ્યા છે દિલ ખોલીને દાન, રકમ જાણી થઇ જશો સ્તબ્ધ

418views

અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે છેલ્લાં 44 દિવસથી ચાલી રહેલા રામ મંદિર નિધિ સમર્પણ અભિયાનમાં 2100 કરોડ રૂપિયાનું દાન એકઠું થયું છે. શનિવારના રોજ તેનો છેલ્લો દિવસ હતો. તેની શરૂઆત 15મી જાન્યુઆરીના રોજ થઇ હતી. આ અભિયાનના શરૂઆતના સમયમાં 1100 કરોડ એકત્ર કરવાનો અંદાજો હતો. પરંતુ પ્રજાની અભૂતપૂર્વ ભાગીદારીના લીધે લગભગ 1000 કરોડ રૂપિયા વધુ આવ્યા.

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદ દેવ ગિરિનું કહેવું હતું કે તમામ વર્ગોના લોકોએ ખૂબ ભાગ લીધો. ખાસ કરકીને ધર્મ દિવાલને નજરઅંદાજ કરીને દૂરદૂરના ગામડાંઓમાંથી ખૂબ દાન આવ્યું.તેમણે કહ્યું કે શનિવાર સાંજ સુધીમાં કુલ દાન 2100 કરોડની રકમ પાર કરી ગયું. ગયા વર્ષે ડિસેમ્બરમાં અંદાજો લગાવ્યો હતો કે મંદિર બનવામાં 300-400 કરોડ અને આખા મંદિર પરિસરને બનાવામાં 1100 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. જો કે ટ્રસ્ટના સભ્ય ડૉ.અનિલ મિશ્રાનું કહેવું હતું કે અત્યારે મંદિર પરિસરના નિર્માણનું બજેટ ફાઇનલ થયું નથી. બાંધકામ પૂરું થવા પર જ તેની યોગ્ય માહિતી મળશે.

તપસ્વી છાવણીના મહંત પરમહંસ દાસે કહ્યું કે ટ્રસ્ટના માતા સીતાના નામ પર અયોધ્યામાં સંસ્કૃત યુનિવર્સિટી સ્થાપિત કરવામાં આવે અને મંદિર શહેરમાં દૂધનો પુરવઠો મફત પૂરો પાડવા માટે એક ગૌશાળા સ્થાપિત કરવા માટે વધુ નાણાંનો ઉપયોગ કરવો જોઇએ.