તાજા સમાચારદેશ

મન કી બાત / PM મોદીએ કહ્યું- આપણે બધાએ આ વસ્તુનું સંરક્ષણ અવશ્ય કરવું જોઈએ

73views

પોતાના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં પીએમ મોદીએ કહ્યું કે કાલે માધ પૂર્ણિમાનો પર્વ હતો, માધનો મહીનો વિશેષ રીતે નદીઓ, સરોવરો અને જળસ્ત્રોતો સાથે જોડાયેલા માનવામાં આવે છે. માધ મહિનામાં કોઈ પણ પવિત્ર જળાશયમાં સ્નન કરવાને પવિત્ર માનવામાં આવે છે. વિશ્વના દરેક સમાજમાં નદીની સાથે જોડાયેલી કોઈને કઈ પરંપરા હોય છે. નદી તટ પર અનેક સભ્યતાઓ વિકસિત થઈ છે.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મન કી બાત:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું પાણી પારસથી પણ મહત્વપૂર્ણ, તેનુ સંરક્ષણ કરો
નવી દિલ્હી24 મિનિટ પહેલા

નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે પણ સંત રવિદાસજીના શબ્દ, તેમનું નોલજ આપણને માર્ગ બતાવે છે

પોતાના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં પીએમ મોદીએ કહ્યું કે કાલે માધ પૂર્ણિમાનો પર્વ હતો, માધનો મહીનો વિશેષ રીતે નદીઓ, સરોવરો અને જળસ્ત્રોતો સાથે જોડાયેલા માનવામાં આવે છે. માધ મહિનામાં કોઈ પણ પવિત્ર જળાશયમાં સ્નન કરવાને પવિત્ર માનવામાં આવે છે. વિશ્વના દરેક સમાજમાં નદીની સાથે જોડાયેલી કોઈને કઈ પરંપરા હોય છે. નદી તટ પર અનેક સભ્યતાઓ વિકસિત થઈ છે. આપણી સંસ્કૃતિ કારણ કે હજારો વર્ષ જુની છે. આ કારણે તેનો વ્યાપ આપણા ત્યાં વધુ છે. પીએમએ કહ્યું કે પાણી, એક રીતે પારસ કરતા પણ વધુ મહત્વપૂર્ણ છે. કહેવામાં આવે છે કે પારસના સ્પર્શથી લોખંડ સોનમાં રૂપાંતરિત થઈ જાય છે. એ જ રીતે પાણી પણ જીવન માટે જરૂરી છે, વિકાસ માટે જરૂરી છે.

જળ આપણા માટે જીવન

વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારતમાં કોઈ એવો દિવસ નહિ હોય કે જ્યારે દેશમાં કોઈને કોઈ ખૂણે પાણી સાથે જોડાયેલો કોઈ ઉત્સવ ન હોય. માધના દિવસોમાં તો લોકો પોતાના ઘર-પરિવાર, સુખ-સુવિધા છોડીને સમગ્ર મહિનો નદીઓના કિનારે રોકવવા જાય છે. આ વખતે હરિદ્વારમાં કુંભ પણ થઈ રહ્યો છે. જળ આપણા માટે જીવન પણ છે, આસ્થા પણ છે અને વિકાસની ધારા પણ છે.

પાણીના સંરક્ષણની અપીલ કરાઈ

પાણીના સંરક્ષણની અપીલ કરતા તેમણે કહ્યું વર્ષા ઋતુ આવતા પહેલા આપણે જળ સંરક્ષણ માટે પ્રયત્ન શરૂ કરવા જોઈએ. પીએમ મોદીએ કહ્યું કે પાણીના સંકટને હલ કરવા માટે એક ખુબ સારો સંદેશ પશ્ચિમ બંગાળના ઉત્તર દીનાજપુરથી સુજીત જીએ મોકલ્યો છે. તેમણે કહ્યું કે એ વાત સાચી છે કે જેમ સામુહિક ઉપહાર છે, એ જ રીતે સામુહિક જવાબદારી પણ છે. સુજીત જીની વાત બિલકુલ સાચી છે. નદી, તળાવ, સરોવર, વરસાદ કે જમીનનું પાણી, આ બધુ બધા માટે છે.