તાજા સમાચારદેશ

રાહુલ ગાંધી પર અમિત શાહનો આકરા પ્રહારો, કહ્યું માત્ર બફાટો કરનાર રાહુલને આ વાતનું ધ્યાન નથી કે દેશમાં….

Amit Shah. (File Photo: IANS)
206views

ગૃહ પ્રધાન અમિત શાહે પુડુચેરીના કારૈકલમાં એક જાહેર સભાને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે દાવો કર્યો હતો કે, રાજ્યમાં ભાજપના નેતૃત્વમાં એનડીએની સરકાર બનવાની છે. આ સાથે, તેમણે ભૂતપૂર્વ નારાયણસામી સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો અને કહ્યું કે આ સરકારે કેન્દ્રની યોજનાઓને લોકો સુધી પહોંચવા દીધી નથી.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર પ્રહાર કરતા અમિત શાહે કહ્યું હતું કે, હું પુડુચેરીના લોકોને પૂછવા માંગુ છું કે જે પક્ષના નેતા ચાર ટર્મથી લોકસભામાં સદસ્ય છે તેને એ વાતની પણ જાણ નથી કે, દેશમાં મત્સ્યોદ્યોગ વિભાગ બે વર્ષ પહેલા શરૂ કરી દેવામાં આવ્યો છે. મત્સ્યોદ્યોગ વિભાગની રચના 2019 માં જ થઈ છે, પરંતુ રાહુલ ગાંધી તે સમયે વેકેશન પર હતા. ત્યારે શું આ પક્ષ પુડુચેરીનું કલ્યાણ કરી શકે છે?

આ સાથે જ અમિત શાહે કહ્યું કે, ’25 મી તારીખે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક બંદરનું ભૂમિપૂજન કરીને સમુદ્ર કિનારે વસતા લોકોના વિકાસ માટે એક વિશાળ માર્ગ ખોલ્યો છે. આ બંદર 2009 થી બંધ હતું, જે ખૂબ જલ્દીથી શરૂ થવા જઈ રહ્યું છે. પ્રધાનમંત્રી મોદીના આ કાર્યના કારણે લોકોને રોજગારીની અનેક અવસરો મળી રહેશે.