તાજા સમાચારગુજરાત

હે ભગવાન આ કોંગ્રેસીઓ ક્યારે સુધરશે…., કોરોના, કૃષિ આંદોલન અને હવે ખાતરના ભાવ પર ઉજાગર થયું કોંગ્રેસનું સૌથી મોટું જુઠ્ઠાણું

327views

કૃષિ આંદોલન હોય કે પછી કોરોના કાળમાં ગુજરાત સરકારની કામગીરી હોય, કોંગ્રેસે હંમેશા અફવાઓના માધ્યમથી જનતાને ગેરમાર્ગે દોરવાના અથાગ પ્રયાસો કર્યા જ છે. તેવામાં ગુજરાતની શાણી પ્રજા સમજી ગઈ કે કોંગ્રેસ જનતાની સેવા માટે નહીં પરંતુ સત્તા મેળવવાના લાલચે અવનવા હથકંડાઓ અપનાવી રહી છે. ત્યારે પ્રજાએ કોંગ્રેસના વિકાસ વિરોધી મનસુબાઓ જાણી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આયોજીત મહાનગરપાલિકાની ચૂંટણીમાં સંપૂર્ણ સફાયો બોલાવી નાખ્યો હોવા છતાંય કોંગ્રેસ સુધરવાનું નામ નથી લઈ રહી, અને હવે ગુજરાત કોંગ્રેસ રાસાયણિક ખાતરમાં ભાવને લઈને જનતાને ગેરમાર્ગે દોરી રહી છે.

કોંગ્રેસનું જુઠ્ઠાણું

ગુજરાત કોંગ્રેસના અધિકારી ટ્વિટર એકાઉન્ટ પરથી રાસાયણિક ખાતરના ભાવને લઈને એક તસવીર વાયરલ કરવામાં આવી છે. જેમાં સરકાર પર પાયાવિહોણા આરોપો લગાવામાં આવ્યા છે કે, સરકાર દ્વારા આગામી દિવસોમાં રાસાયણિક ખાતરમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે.

રાસાયણિક ખાતરના ભાવ અંગેની સ્પષ્ટતા

રાસાયણિક ખાતરને લઈને કોંગ્રેસે ફેલાવેલી અફવાઓને લઇને કૃષિમંત્રી શ્રી આર.સી.ફળદુએ જણાવ્યુ છે કે,રાજ્યમાં વેચાણ કરતી ખાતર કંપનીઓ દ્વાર ડી.એ.પી. તથા એન.પી.કે. ખાતરોમાં કોઇ જ ભાવ વધારો કરવામાં આવ્યો નથી.ડી.એ.પી. અને એન.પી.કે. ખાતરમાં તા.૧-માર્ચ ૨૦૨૧થી ભાવ વધારો કરવામાં આવનાર છે એ સંદર્ભે ટીવી ચેનલોમાં પ્રસારીત થયેલ સમાચારો કોગ્રેસ પ્રેરિત અને ખેડૂતોને ગેરમાર્ગે દોરનારા છે.સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં હાર ભાળી ગયેલ કોગ્રેસ ખેડૂતોને ભ્રમિત કરવાનુ બંધ કરે ખેડૂતોના નામે રાજનીતિ કરવી એ અમારી માનસિકતા નથી અને રહેશે પણ નહી.

આ સાથે મંત્રી ફળદુએ ઉમેર્ર કે, તા: ૨૬/૦૨/૨૦૨૧ના રોજ વિવિધ ટીવી ચેનલોમાં ૧-માર્ચ ૨૦૨૧થી ડીએપી ખાતરનો  વેચાણ ભાવ રૂ. ૧૨૦૦/બેગ થી વધી રૂ. ૧૫૦૦/બેગ તથા એન.પી.કે. ખાતરના વેચાણ ભાવ રૂ. ૧૧૭૫/બેગ થી વધી રૂ. ૧૪૦૦/બેગ થનાર હોવા અંગેના સમાચાર પ્રસારીત થયા હતા. જે અનુસંધાને રાજ્યમાં ખાતર સપ્લાય કરતી વિવિધ મુખ્ય ખાતર કંપનીઓ જેવીકે જી.એસ.એફ.સી, જી.એન.એફ.સી., ઇફ્કો, કૃભકો તથા અન્ય કંપનીઓ પાસેથી આગામી ૧-માર્ચ ૨૦૨૧થી ભાવ વધારો કરવામાં આવેલ છે કે કેમ? તે અંગેની જાણકારી મેળવતા રાજ્યમાં વેચાણ કરતી ખાતર કંપનીઓ દ્વાર ડી.એ.પી. તથા એન.પી.કે. ખાતરોમાં કોઇ જ ભાવ વધારો કરવામાં આવ્યો નથી. આ ભાવ વધારો બેંગલોરની એક ખાનગી કંપનીઓ દ્વારા એક રાજ્યમાં કરવામાં આવેલ હોવાનું જણાયેલ છે. ગુજરાત રાજ્યમાં આ તમામ ખાતરો તેમના જુના ભાવે જ આને પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. 

તેમણે ઉમેર્યુ કે,તા: ૨૬/૦૨/૨૦૨૧ના રોજ વિવિધ ટીવી ચેનલોમાં પ્રસરીત થયેલ ૧-માર્ચ ૨૦૨૧થી ડીએપી તથા એનપીકે ખાતરઓમા ભાવ વધારા બાબતેના સમાચાર રાજ્યમાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ચુંટણીના સમયે ખેડૂતોને ગેર માર્ગે દોરવા માટે જ આવા ખોટા સમાચાર કોંગ્રેસ દ્વારા પ્રસારીત કરાવવામાં આવેલ હોવાનું જણાય છે.