તાજા સમાચારદેશ

PM મોદીએ કહ્યું કે, આ લોકોના પરિશ્રમથી બનશે આત્મનિર્ભર ભારત

220views

શુક્રવારે નાણા મંત્રાલય દ્વારા આયોજિત વેબિનારને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, દેશના ફાઈનાન્શિયલ સેક્ટર અંગે સરકારનું વિઝન એકદમ સ્પષ્ટ છે. આ સાથે જ તેમણે કહ્યું કે દેશમાં કોઈ પણ ડિપોઝિટર હોય કે કોઈ પણ ઈન્વેસ્ટર બંને વિશ્વાસ અને પારદર્શકતાનો અનુભવ કરે, એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

વેબિનારને સંબોધતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, કે દેશની નાણાકીય વ્યવસ્થા જો કોઈ એક વાત પર ટકેલી છે તો તે છે વિશ્વાસ. વિશ્વાસ પોતાની કમાણીની સુરક્ષાનો. વિશ્વાસ રોકાણનો, વિશ્વાસ દેશના વિકાસનો. તેમણે કહ્યું કે સામાન્ય પરિવારોની કમાણીની સુરક્ષા ગરીબ સુધી સરકારી લાભની પ્રભાવી અને લીકેજ ફ્રી ડિલિવરી, દેશના વિકાસ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલા રોકાણને પ્રોત્સાહન, આ બધી આપણી પ્રાથમિકતા છે.

પીએમ નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું, આત્મનિર્ભર ભારત માત્ર મોટા ઉદ્યોગો અથવા મોટા શહેરોથી નહીં બને. આત્મનિર્ભર ભારત નાના નાના શહેરો અને ગામોના લોકોના પરિશ્રમથી બનશે. આત્મનિર્ભર ભારત ખેડૂતોથી વધુ કૃષિ ઉત્પાદનને સારૂ બનાવવાના એકમોથી બનશે. તેમણે વધુમાં કહ્યું કે, સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ આ મંત્ર નાણાકીય ક્ષેત્ર પર સ્પષ્ટ જોવા મળે છે. આજે ગરીબ હોય, કિસાન હોય, પશુપાલક હોય, માછીમાર હોય અથવા નાના નાના દુકાનદાર હોય સૌ કોઈ માટે ક્રેડિટ એક્સેસ થઈ શક્યું છે.