તાજા સમાચારગુજરાત

ચૂંટણીમાં સદંતર નિષ્ફળ નિવડેલી કોંગ્રેસને વધુ એક ઝટકો, જિલ્લા-તાલુકા અને નગરપાલિકાઓની ચૂંટણી અંગે હાઈકોર્ટે ફગાવી નાખી આ અરજીઓ

186views

મહાનગરપાલિકા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થયો છે જ્યારે કોંગ્રેસ સહિતના તમામ વિપક્ષી પક્ષોનો સંપૂર્ણ સફાયો બોલાઈ ગયો છે. અનેક મહાનગરપાલિકામાતો કોંગ્રેસનો સંપૂર્ણ રકાસ થયો છે, તેવામાં કોંગ્રેસને વધુ એક મોટો ફટકો પડ્યો છે. જેમાં હાઇકોર્ટે ચૂંટણી પંચના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવા ઇનકાર કરીને કોર્ટે કોંગ્રેસના ઉમેદવારોની અરજી ફગાવી દીધી છે.

ગુજરાતમાં જિલ્લા-તાલુકા અને નગરપાલિકાઓના ચૂંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ છે ત્યારે ગુજરાત હાઈકોર્ટે બોટાદ જિલ્લા પંચાયતની ચૂંટણીના કોંગ્રેસના 14 ઉમેદવારોનાં ફોર્મ રદ્દ કરવાના વિવાદમાં મોટો ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટે ચૂંટણી પંચના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવા ઇનકાર કરીને કોર્ટે કોંગ્રેસના ઉમેદવારોની અરજી ફગાવી દેતાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.

ગુજરાત હાઈકોર્ટના આ નિર્ણયના પગલે કોંગ્રેસના 14 ઉમેદવારો આ ચૂંટણી લડી શકશે નહીં. કોંગ્રેસના કાર્યકરોએ રજૂઆત કરી હતી કે, કોંગ્રેસના ઉમેદવારોનાં 14 ફોર્મ રદ્દ કરવાની પ્રક્રિયા ચૂંટણીના કાયદાકીય નિયમોથી વિરુધ્ધ છે. આ રજૂઆતને હાઈકોર્ટે સ્વીકારી નથી. અરજદારોએ કરેલી રજૂઆત મુદ્દે ચાલુ ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન હસ્તક્ષેપ કરવા હાઇકોર્ટ ઇનકાર કર્યો છે.