તાજા સમાચારગુજરાતરમત જગત

વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતીય ટીમનો 10 વિકેટે વિજય

308views

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ છે. ઈંગ્લેન્ડ તેની બીજી ઈનિંગમાં 81 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી જેના જવાબમાં ભારતીય ટીમે લક્ષ્ય હાંસલ કરીને 10 વિકેટે મેચ જીતી લીધી છે.

ભારત વતી બીજી ઈનિંગમાં અક્ષર પટેલે 5 વિકેટ અને અશ્વિને 4 વિકેટ ઝડપી છે. આ સાથેજ અશ્વિને ટેસ્ટમાં 400 વિકેટ પૂરી કરી છે. મુરલીધરન પછી તેણે સૌથી ઝડપી 400 વિકેટ લીધી છે. આ પહેલા તે પ્રથમ ઈનિંગમાં 112 રનનમાં ઓલ આઉટ થયું હતું. ભારત સામે આ ટેસ્ટ મેચ જીતવા માટે 49 રનનો ટાર્ગેટ હતો જે ભારતે હાંસલ કરી જીત મેળવી છે.


અમદાવાદની પિચ ઉપર અક્ષર પટેલે કહેર વર્તાવ્યો હતો. તેણે ઈંગ્લેન્ડને મોટો ઝટકો આપ્યો છે. અક્ષર પટેલે પાંચ વિકેટ ઝડપી ઈંગ્લેન્ડની ટીમને ઘુંટણીએ પાડી દીધુ હતું . અક્ષર પટેલે આ ટેસ્ટ મેચમાં કુલ 10 વિકેટ ઝડપી ઈંગ્લેડની ટીમને હારની કગાર ઉપર લાવીને રાખી દીધી. અક્ષર પટેલે તેની કારકિર્દીમાં પહેલી વખત કોઈ એક જ ટેસ્ટમાં 10 કે તેથી વધુ વિકેટ ઝડપી છે.