તાજા સમાચારઆંતરરાષ્ટ્રીય

કૃષિ કાયદાના સમર્થનમાં ઉતર્યા વધુ એક દેશના નાગરિકો, કાર રેલી કાઢી આપ્યું કાયદાને સમર્થન

470views

કૃષિ કાયદાને લઈને વિરોધ પક્ષો દ્વારા માત્રને માત્ર રાજકીય સ્વાર્થી હેતુ ફેલાવવામાં આવેલી અફવાઓના કારણે ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે. જ્યારે બીજી તરફ મોદી સરકાર દ્વારા ખેડૂતોના મનમાં રહેલા તમામ પ્રશ્નોનો ઉકેલ લાવવાના પ્રયાસો કરી રહી છે. તેવામાં ખેડૂતોની આવક બમણી કરવા માટે મોદી સરકારે લીધેલા કૃષિ કાયદાને દેશની જનતાની સાથે સાથે હવે વિદેશમાં પણ સમર્થન મળી રહ્યું છે.

21 ફેબ્રુઆરીના રોજ USA ના સન ફ્રાન્સિસ્કોમાં કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ સુધારણા કાયદાના સમર્થનમાં કાર રેલી યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો બેનરો સાથે મોદી સરકારના કૃષિ કાયદાનું સમર્થન કર્યું હતું. કાર રેલી દરમિયાન, કેટલાક લોકો કૃષિ કાયદાના સમર્થનમાં પ્લેકાર્ડ સાથે જોવા મળ્યા હતા, જેના પર લખ્યું હતું કે, સન ફ્રાન્સિસ્કોના નગરિકો કૃષિ કાયદાને ટેકો આપી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ, યુ.એસ.એ ભારત સરકારના ત્રણેય કૃષિ સુધારણા કાયદાને પણ ટેકો આપ્યો છે. યુ.એસ.એ કૃષિ સુધારણા કાયદાને સમર્થન આપતાં કહ્યું કે આનાથી ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. જ્યાં સુધી ત્રણ કૃષિ સુધારણા કાયદાઓની વાત છે, તે મુદ્દે બંને પક્ષો વચ્ચે વાચતીત ચાલી રહી છે.

Default Opt-in Icon
સબસ્ક્રાઈબ કરો અને મેળવો મહત્વના તમામ સમાચાર
આપ જ્યારે પણ ઈચ્છો ત્યારે આ નોટિફિકેશન્સને બંધ કરી શકો છો