તાજા સમાચારગુજરાત

કોંગ્રેસમાં ટિકિટ વહેંચણી મુદ્દે પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલની વાત અક્ષર સહ સાચી પડી, આ રહી સાબિતી

3.63Kviews

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતાની સાથે કોંગ્રેસમાં ઉમેદવારોની પસંદગી અંગે આંતરિક ખેંચતાણ વધી રહી છે. તેવામાં થોડા દિવસો પહેલા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સભા સંબોધતા કહ્યું હતું કે, કોંગ્રેસમાં ટિકિટ વેચાય છે. ત્યારે અધ્યક્ષ પાટીલે કહેલી આ વાત સત્ય પુરવાર થઈ છે. કારણ કે આજે આજે સામે આવી છે કોંગ્રેસી નેતાની કાળી કરતુત….

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે જ અમદાવાદ શહેર કોંગ્રેસમાં ઘમસાણ મચ્યું છે. શહેરના પૂર્વ વિસ્તારના એક કોંગ્રેસી ધારાસભ્યે કેટલાક વોર્ડની ટિકિટો ત્રણ લાખથી માંડીને આઠ લાખમાં વેચવાનો ધંધો શરૂ કરી દીધો છે, ધારાસભ્ય તેના મળતિયા સાથે મળીને આ કામને અંજામ આપી રહ્યા છે, એટલું જ નહિ પરંતુ હાઈકમાન્ડે ગુજરાત મોકલેલા એક ટોચના નેતાની પણ જાસૂસી કરવાનું કામ થઈ રહ્યું હોવાના ગંભીર આક્ષેપો કરાયા છે.

કોંગ્રેસના જ એક ટોચના નેતા પર આક્ષેપ કરાયો છે કે, શહેરના એક મંત્રીને પૈસા લઈને ટિકિટ માટે મંજૂરી આપવામાં આવી રહી છે, આ એ જ વ્યક્તિ છે જે પૂર્વ વિસ્તારના ધારાસભ્ય સાથે મળીને ટિકિટો વેચવાનો ધમધોકાર ધંધો ચલાવી રહ્યા છે. ધારાસભ્ય અને તેના મળતિયા અમદાવાદ શહેરના કેટલાક વોર્ડની ટિકિટો ત્રણ લાખથી માંડીને આઠ લાખ રૂપિયામાં રીતસર વેચી રહ્યા છે. એટલું જ નહિ પરંતુ અમદાવાદ શહેરના કોંગ્રેસના એક ટોચના નેતા બાપુનગરના દારૂના વેપારીને ત્યાં શરાબ અને શબાબની મહેફિલ માણવા સમયાંતરે જતાં હોવાનો દાવો કરાયો છે.

ઉલ્લેખનીય છે કે, ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ભુજ ખાતે આયોજિત પેજ કમિટી કાર્ડ વિતરણ તેમજ સરપંચ સંવાદ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસને આડે હાથ લેતા કહ્યું હતું કે, કોંગ્રેસ અને ભાજપમાં એ ફરક છે કે કોંગ્રેસમાં ટિકિટ વેચાય છે અને ભારતીય જનતા પાર્ટીમાં કામના આધારે મેરીટ પર ટિકિટ મળે છે.

Default Opt-in Icon
સબસ્ક્રાઈબ કરો અને મેળવો મહત્વના તમામ સમાચાર
આપ જ્યારે પણ ઈચ્છો ત્યારે આ નોટિફિકેશન્સને બંધ કરી શકો છો