તાજા સમાચારગુજરાત

કોંગ્રેસમાં અસંતોષ \ ઉમેદવાર પસંદગીને લઈને કોંગ્રેસમાં રહેલો આંતરીક કકળાટ થયો ઉજાગર, આબરૂ બચાવવા બંધ બારણે યોજાઈ બેઠકો

726views

કોંગ્રેસમાં આંતરિક ખેચતાણ કેટલી અંદર સુધી વ્યાપ્ત છે તેના દાખલા દરરોજ મળી રહ્યા છે. તેવામાં મોડી રાત્રે કોંગ્રેસે ભારે માથાકૂટ બાદ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. કોંગ્રેસે ભાવનગર, સુરત, વડોદરા, જામનગર ઉપરાંત રાજકોટના કુલ 142 ઉમેદવારોના નામની ઘોષણા કરતાની સાથે કોંગ્રેસમાં બળવાની સ્થિતિ પ્રવર્તી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે કોંગ્રેસમાં અસંતોષની આગ જોવા મળતી હોય છે. અને ટિકિટ વહેચણીમાં ક્યાંકને ક્યાંક નેતાઓમાં કકડાટ શરૂ થઈ જતો હોય છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસમાં આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે મોડી રાત્રે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કર્યા બાદ ખાલી સ્થાનો પર ટિકિટ વહેંચણીને લઈને કોંગ્રેસમાં અસંતોષ ભભૂકે તેવો કોંગ્રેસના નેતાઓને ભય સતાવી રહ્યો છે. જેને કારણે અસંતોષ અને બળવાના ડરથી પ્રદેશ કોંગ્રેસના નેતાઓએ ફાર્મ હાઉસમાં બેઠકો કરવી પડી રહી છે.

તેવામાં ટીકીટના ડખાંને કારણે પ્રદેશ કોંગ્રેસે અમદાવાદ શહેરના એકેય ઉમેદવાર જાહેર કરાયાં ન હતાં. પરંતુ બીજી તરફ કોંગ્રેસના ચારેય ધારાસભ્યોએ પોતાના મળતિયાઓને ટીકીટ આપવા પ્રદેશ નેતાગીરી પર રાજકીય દબાણ કર્યુ છે જેના કારણે પક્ષના પાયાના કાર્યકરોને ટીકીટ મળે તેવી શકયતા નહીવત છે. આ જોતાં ટીકીટની વહેચણી બાદ કોંગ્રેસમાં જ આંતરિક અસંતોષ ભભૂકી ઉઠ્યો છે.

Default Opt-in Icon
સબસ્ક્રાઈબ કરો અને મેળવો મહત્વના તમામ સમાચાર
આપ જ્યારે પણ ઈચ્છો ત્યારે આ નોટિફિકેશન્સને બંધ કરી શકો છો