તાજા સમાચારગુજરાત

કોંગ્રેસમાં કકળાટ \ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પ્રથમ યાદીથી જ કોંગ્રેસમાં ભડકો, ભાઈ-ભત્રીજાવાદથી ભારે ઘમાસાણ

860views

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. તેવામાં ગતરોજ મોડીરાત્રે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરતાની સાથે ગુજરાત કોંગ્રેસમાં આંતરિક અસંતોષ ચરમસીમાએ પહોંચ્યો છે. માત્ર એટલું જ નહીં પરંતુ ઉમેદવારોની પસંદગીને લઈને પ્રદેશ કોંગ્રેસમાં ભારે ઘમાસાણ મચ્યું છે.

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસે પ્રથમ યાદી જાહેર કરતાની સાથે વિરોધના સૂર છેડાયા છે. જેમાં સુરતમાં ઉમેદવારોની યાદી જાહેર કર્યા બાદ કોંગી કાર્યકરોમાં ખેંચતાણ જોવા મળી રહી છે. તેમજ વોર્ડ નંબર 17માં ધીરૂભાઈ લાઠિયાનું નામ જાહેર થતાની સાથે કોંગી કાર્યકરોએ આક્રમક વિરોધ કર્યો હતો. તથા પક્ષના અન્ય કાર્યકરોએ એકઠા થઈને નારેબાજી કરીને ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે, કોંગ્રેસમાં માત્રને માત્ર ભાઈ ભત્રીજાવાદ ચાલી રહ્યો છે. ધીરુ લાઠિયાએ 5 વર્ષમાં કોઈ જ કામગીરી કરી નથી અને માત્ર તોડપાણી કર્યા છે. આવા ઉમેદવારને ચલાવી લેવામાં નહીં આવે.

ગતરોજ ગુજરાત ભાજપા અધ્યક્ષ સી.આર.પાટીલે કહ્યું હતુ કે,પાર્લામેન્ટ્રી બોર્ડમાં ત્રણ મહત્વનાં નિર્ણય લેવામાં આવ્યા છે કે 60 વર્ષથી વધુ ઉંમરનાં કાર્યકર્તાઓને ટિકિટ આપવી નહીં, જેમની 3 ટર્મ પૂરી થઇ ગઇ હોય એમને ટિકિટ નહીં આપવી અને આગેવાનોનાં સગા-સંબંધીઓને ટિકિટ આપવામાં આવશે નહીં.

Default Opt-in Icon
સબસ્ક્રાઈબ કરો અને મેળવો મહત્વના તમામ સમાચાર
આપ જ્યારે પણ ઈચ્છો ત્યારે આ નોટિફિકેશન્સને બંધ કરી શકો છો