તાજા સમાચારદેશ

વિશ્વમાં અગ્રેસર ભારત \ કોરોના મહામારી વચ્ચે PM મોદીના નેતૃત્વમાં ભારત હાંસલ કરશે સૌથી મોટી સફળતા

311views

વિપક્ષ હોય કે પછી આરોગ્ય માટેની અગ્રણી આંતરરાષ્ટ્રીય એજન્સી વિશ્વ આરોગ્ય સંસ્થા હોય, કોરોના કાળમાં મોદી સરકારની કામગીરીના સૌ કોઈએ ખોબલેને ખોબલે વખાણ કર્યા છે. કોરોના વાઇરસની વૈશ્વિક અર્થવ્યવસ્થા પર ગંભીર અસર પડી રહી છે. પરંતુ આફતને અવસરમાં પલટવા પીએમ મોદીના આત્મનિર્ભર અભિયાનના કારણે ભારતને મોટી સફળતા હાંસલ થવા જઈ રહી છે કારણ કે, કોરોના વાઇરસની મહામારીની વચ્ચે પણ ભારત એક માત્ર એવો દેશ છે જેમનો આર્થિક વૃદ્ધિદર બે અંકમા રહેવાની શક્યતા છે તેવું અનુમાન આઇએમએફએ દ્વારા વ્યક્ત કરાયું છે.

દેશમાં કોરોના વાઇરસ અને લોકડાઉનની અસરને જોતા આઇએમએફએ વર્ષ 2021 એટલે કે ચાલુ વર્ષમાં ભારતનો આર્થિક વૃદ્ધિ દર 11.5 ટકા રહેશે તેવું અનુમાન કર્યું છે. આઇએમએફએ મંગળવારે જાહેર કરેલા વિશ્વ આર્થિક રિપોર્ટમા વૃદ્ધિ દરના આંકડા પ્રસિદ્ધ કર્યા છે. આ આંકડા અર્થવ્યવસ્થામાં ફરીથી તેજી આવવાની શક્યતાને દર્શાવે છે.

મુદ્રાકોષ અનુસાર વર્ષ 2022મા ભારતનો આર્થિક વૃદ્ધિ દર 6.8 ટકા અને ચીનનો 5.6 ટકા રહેવાનો અનુમાન છે. આ અનુમાન સાથે ભારત દુનિયાના સૌથી ઝડપથી આર્થિક વૃદ્ધિ કરનાર વિકાસશીલ દેશના ખિતાબને પ્રાપ્ત કરી લીધો છે. આ મહિનાની શરૂઆતમાં આઇએમએફની મેનેજિંગ ડિરેકટર ક્રિસ્ટલીન જાર્જીએવાએ કહ્યુ કે ભારતએ વાસ્તવમાં મહામારી અને તેના આર્થિક પ્રભાવોથી લડવા માટે નિર્ણાયક પગલા ભર્યા છે. ભારતની જેટલી વસ્તી છે અને જેવી રીતે તેમાં લોકો પરસ્પર રહે છે.

આ સાથે જ આઇએમએફના પ્રમુખએ આ વિશે કહ્યુ કે, ભારતએ અર્થવ્યવસ્થા માટે યોગ્ય પગલા ભર્યા. તમે જો સંકેતોને જુઓ તો ભારતમાં આજે કોવિડ પૂર્વ સ્તર પર પહોંચી ગયો છે.