તાજા સમાચારગુજરાત

VIDEO \ અધ્યક્ષ પાટીલના આ એક જબરદસ્ત વાક્યથી કાર્યકર્તાઓમાં થયો નવા ઉત્સાહનો સંચાર

964views

રાજ્યમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ગુજરાત ભાજપે પૂર જોશમાં તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. જે અંતર્ગત ભાજપ દ્વારા રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં બેઠકો અને સભાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેવામાં આજ રોજ અમદાવાદ શહેરના વટવા વિધાનસભાના કાર્યકર્તાઓને પેજ સમિતિના કાર્ડ વિતરણ દરમિયાન ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.

આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ પાટીલે કહ્યું કે, આજદિન સુધી કોઈ રાજકીય પાર્ટી તેના કાર્યકર્તાઓ માટે પેજ કમિટીના કાર્ડનું વિતરણ કરે અને તેના માટે મોટી સંખ્યમાં કાર્યકર્તાઓના કાર્યક્રમ થાય આ ઈતિહાસ ગુજરાતમાં સર્જાયો છે. પંચમહાલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભાજપના કાર્યકરોએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બ્યુગલ ફૂંકાયું હતું ત્યારે ચૂંટણીની શરૂઆતતો પંચમહાલથી થઈ છે પણ અમદાવાદના કાર્યકરોએ તો વિજય સરઘસ કાઢ્યું છે. જ્યારે આટલો આત્મવિશ્વાસ રાજકીય પાર્ટીના કાર્યકર્તામાં હોય સ્વાભાવિક છે ત્યારે તેના પ્રમુખને શેર લોહી ચડી જાય છે.

આ સાથે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા અધ્યક્ષ પાટીલે કહ્યું કે, કોંગ્રેસમાં સૌ કોઈ આગેવાનોને પદ છોડીને ભાગી જવું છે, પરંતુ કેન્દ્રમાં બેઠેલી તેમની નેતાગીરીને બીજો મુરતિયો ન મળતો હોવાના કારણે પકડી રાખે છે. ત્યારે કોંગ્રેસની આ કફોડી હાલત ભાજપના કાર્યકરોએ કરી છે. ભાજપાના કાર્યકર્તા જ્યારે એક સંકલ્પ કરીને આગળ વધે છે ત્યારે ભલભલાને ઘરે બેસાડી નાખે છે. આ સાથે અધ્યક્ષ પાટીલે કહ્યું કે, એક નહીં પરંતુ બે વાર 2014 માં અને 2019 માં 26 માંથી 26 લોકસભાની બેઠકો જીતવાની જેને ટેવ પડી હોય તેને વિધાનસભાની 8 બેઠકો હોય કે પછી 182 માંથી 182 બેઠકો જીતવામાં કોઈ મુશ્કેલી આવી શકે નહીં.