તાજા સમાચારદેશ

રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓને PM મોદીએ શુભેચ્છાઓ પાઠવી, કહ્યુ- આપનું કામ પ્રેરિત કરનારું

145views

આજે સમગ્ર દેશના 32 બાળકોને રાષ્ટ્રીય બાલ પુરસ્કાર 2021થી સન્માનિત કરવામાં આવ્યા. આ સન્માન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આપ્યું. તેઓ વિજેતાઓ સાથે વાતચીત પણ કરી હતી. આ બાળ પુરસ્કાર એવાં બાળકોને આપવામાં આવે છે, જે અસાધારણ ક્ષમતાઓ ધરાવતા હોય અથવા જેમને ઈનોવેશન, એકેડેમિક્સ, સ્પોર્ટ્સ, આર્ટ્સ, કલ્ચર, સોશિયલ સર્વિસ, બહાદુરી સહિત અન્ય ક્ષેત્રોમાં વિશેષ ઓળખ મળી હોય.

PM મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પુરસ્કાર મેળવનારા 32 બાળકોને શુભેચ્છાઓ પાઠવી. તેઓએ કહ્યું કે, બાળકો તમે જે કામ કર્યું છે, આપને જે પુરસ્કાર મળ્યા છે તે એટલા માટે પણ ખાસ છે કે આપે આ કામ કોરોના કાળમાં કર્યું છે. આટલી નાની ઉંમરમાં પણ આપનું આ કામ આશ્ચર્યમાં મૂકનારું છે. આપ પૈકી જ કાલના દેશના ખેલાડી, વૈજ્ઞાનિક, સીઇઓ ભારતનું ગૌરવ વધારશે. નોંધનીય છે કે, આ વીડિયો કોન્ફરન્સમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની (Smriti Irani) પણ જોડાયા હતાં.

આ સાથે પીએમ મોદીએ કહ્યું, તમારી સફળતાએ ઘણા લોકોને પ્રેરણા આપી છે. તમારા મિત્રો, સાથીઓ અને દેશના અન્ય બાળકો, જે તમને ટેલિવિઝન પર જોશે, તેઓ પણ તમારી પાસેથી પ્રેરણા લેશે. નવા સંકલ્પો લેશે અને તે પૂર્ણ કરવા શ્રેષ્ઠ પ્રયાસો કરશે. દરેક બાળકની પ્રતિભા દેશનું ગૌરવ વધારવાની છે. તમે સૌ એક ભારત – શ્રેષ્ઠ ભારતનું ખૂબ જ સુંદર અભિવ્યક્તિ છો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજકોટના મંત્ર હરખાની સાથે વાત કરી