તાજા સમાચારગુજરાત

અધ્યક્ષ પાટીલે આપ્યું ચૌકાવનારું નિવેદન કહ્યું – …. તમે પરેશ ધાનાણીનો માનજો આભાર

755views

ચૂંટણીપંચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. આ ચૂંટણીને લઈને ધમધમાટ શરૂ થઈ ગયો છે. એક તરફ ગુજરાતમાં યોજાનાર ચૂંટણી માટે પ્રચાર અભિયાન વેગ પકડી રહ્યું છે. જ્યારે બીજી તરફ રાજ્યના અલગ અલગ જિલ્લાઓ અને તાલુકાઓમાં કોંગ્રેસ વિખેરાઈ રહી છે. ત્યારે આજ રોજ પંચમહાલ જિલ્લાના નવનિર્મિત કાર્યાલય ‘શ્રી કમલમ’ નું ઉદ્ઘાટન તથા ‘સરપંચ સંવાદ’ કાર્યક્રમમાં સંબોધન દરમિયાન ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કટક્ષાભર્યું નિવેદન આપ્યું છે.

પરેશ ધાનાણીનો આભાર માનજો, કારણ કે ચૂંટણી પહેલા પરેશ ધાનાણીએ સ્વીકારી લીધુ છે કે ભાજપા કાર્યકર્તાઓના હાથમાં પેજ કમિટી નામનો અણુબોમ્બ છે અને હવે ચૂંટણીની રણભૂમિમાં જ્યારે ભાજપાનો કાર્યકર્તા આ બોમ્બનો ઉપયોગ કરશે ત્યારે કોંગ્રેસને બચવાની કોઈપણ તક રહેશે નહીં.