તાજા સમાચારદેશ

ભારતની વાહવાહી / કોરોનાની રસી પાડોશી રાષ્ટ્રોને આપવાના ઉમદા પહેલની વિશ્વભરમાં પ્રશંસા

228views

કોરોના મહામારી સામેના યુદ્ધમાં ભારત સરકારે લીધેલા તમામ નિર્ણયોની નોંધ વિશ્વસ્તરે લેવાઈ છે. જેમા વિશ્વના અનેક દિગ્ગજ નેતાઓએ ભારતની વૈજ્ઞાનિક પહેલ અને તેમજ ભારતે પડોશી દેશોને કોરોના રસીના બે કરોડ ડોઝ પૂરા પાડવાના નિર્ણાયક નિર્ણયની પ્રશંસા કરવામાં આવી છે. તેવામાં ફરી એકવાર વિશ્વ આરોગ્ય સંસ્થાના ડાયરેક્ટર દ્વારા મોદી સરકારની મહાનતાની પ્રશંસા કરી છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અદનોમ ઘેબરેસર્સે ટ્વીટ કરીને કહ્યું કે, કોરોના વિરુદ્ધ લડાઈને સતત સમર્થન આપવા માટે ભારત અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર. જો આપણે મળીને કામ કરીશું અને જ્ઞાનની વહેચણી કરીશું તો ચોક્કસપણે આ મહામારીને હરાવી જિંદગીઓ બચાવી શકીએ છીએ.

કોંગ્રેસના નેતાઓએ કરી મોદી સરકારની પ્રશંસા

કોંગ્રેસ ભલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કાર્યપ્રણાલીની ટીકા કરતી હોય પરંતુ તેમના જ કેટલાક નેતાઓને હવે સાચા ખોટામાં અંતર સમજી ગયા હોય તેમ કોરોના કાળમાં મોદી સરકારે કરેલી કામગીરીની પ્રશંસા કરી ચૂક્યા છે. જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી આનંદ શર્માએ સોમવારે ફરી એકવાર મોદી સરકારની પ્રશંસા કરી હતી.