તાજા સમાચારગુજરાત

PM મોદીએ સુરત અકસ્માતમાં મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને સહાયની કરી જાહેરાત

531views

સુરતમાં કીમમાં માતેલા સાંઢની જેમ આવેલા ડમ્પરે 15 લોકોને કચડ્યા હતા. મોડી રાત્રે બનેલો આ અકસ્માત એટલો ગંભીર હતો કે, રાતમાં મજૂરોની મરણચીસ અંધારામાં કોઈએ સાંભળી ન હતી. અકસ્માતમાં એક બાળક સહિત કુલ 15 લોકોના મોત નિપજ્યાં છે. ત્યારે પ્રધાનમંત્રી મોદીએ સુરતમાં ટ્રક અકસ્માતને કારણે મજૂરોના કરૂણ મોત નીપજ્યા તે અંગે દુ:ખ વ્યક્ત કર્યું.

Pm મોદીએ ટ્વિટ કરી વ્યક્ત કર્યુ દુ:ખ

આ સમગ્ર મુદ્દે તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઈજાગ્રસ્તો વહેલી તકે સ્વસ્થ થાય તે માટે ઇશ્વરને પ્રાર્થના. તો સાથે જ પીએમ મોદી (PMO) એ મૃતકોના પરિવારજનો અને ઈજાગ્રસ્તોને સહાયની જાહેરાત કરી છે. તો સાથે જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સંવેદના વ્યક્ત કરીને સહાયની જાહેરાત કરી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી ટ્વિટ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરતમાં ગઈ રાત્રે ફૂટપાથ પર સૂતેલા નિર્દોષ શ્રમજીવીઓ પર ડમ્પર ફરી વળવાની ઘટનાને કારણે જીવ ગુમાવનારા શ્રમજીવીઓના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી દિલસોજીની લાગણી વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ આ દુઃખદ ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક શ્રમજીવીના પરિવારજનોને 2 લાખ રૂપિયાની રાજ્ય સરકાર દ્વારા સહાયની પણ જાહેરાત કરી છે.

Default Opt-in Icon
સબસ્ક્રાઈબ કરો અને મેળવો મહત્વના તમામ સમાચાર
આપ જ્યારે પણ ઈચ્છો ત્યારે આ નોટિફિકેશન્સને બંધ કરી શકો છો