તાજા સમાચારદેશ

LIVE: કોરોનાના અંતનું કાઉન્ટડાઉન શરૂ, PM મોદીએ કહ્યું કે – દેશમાં શરૂ થયું વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન

278views

ભારતમાં આજે દુનિયાના અત્યાર સુધીના સૌથી મોટા વેક્સીનેશન ડ્રાઇવ શરૂ થવા જઇ રહ્યું છે. પ્રધાનમંત્રી મોદીએ વેક્સીનેશનલ ડ્રાઇવનો શુભારંભ કરવ્યો છે. આ રસીકરણ અભિયાન માટે તમામ જરૂરી તૈયારીઓ કરી લીધી છે. સવારે 10.30 વાગ્યાથી દેશમાં કોરોનાની રસી આપવાનું શરૂ થયું છે. આ અભિયાનની સાથે જ પીએમ મોદી CoWIN એપ પણ લોન્ચ કરી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના વેક્સિનેશન કાર્યક્રમની શરૂઆત કરતા કહ્યુ કે, આજના દિવસની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી. કોરોનાની વેક્સિન આવી ગઈ છે. મોદીએ કહ્યું કે, વેક્સિન બનારનારે આકરી મહેનત કરી છે. પીએમે કહ્યુ કે, તેમણે ન તહેવારની ચિંતા કરી ન ઘરે રજા માણવા ગયા. પીએમે કહ્યું કે, આવા દિવસ માટે રાષ્ટ્રકવિ દિનકરે કહ્યુ હતુ કે, માનવ જ્યારે જોર લગાવે છે તો પથ્થર પાણી બની જાય છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, આજે તે વૈજ્ઞાનિક, વેક્સિન રિસર્ચ સાથે જોડાયેલા અનેક લોકો વિશેષ પ્રશંસાના હકદાર છે, જે છેલ્લા ઘણા મહિનાથી કોરોના વિરુદ્ધ વેક્સિન બનાવવામાં લાગ્યા હતા. સામાન્ય રીતે એક વેક્સિન બનવામાં વર્ષો લાગી જાય છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, હું તે વાત ફરી યાદ અપાવવા ઈચ્છુ છું કે કોરોના વેક્સિનના બે ડોઝ લાગવા ખુબ જરૂરી છે. તેમણે લોકોને પ્રાર્થના કરી કે તમે બે ડોઝ જરૂર લગાવો. એક ડોઝ લગાવ્યા બાદ ભૂલી ન જાવ, પીએમે કહ્યું કે, પ્રથમ અને બીજા ડોઝ વચ્ચે લગભગ એક મહિનાનો ગાળો રાખવામાં આવશે, તેને પણ ધ્યાનમાં રાખો. બીજો ડોઝ લગાવ્યા બાદ 2 સપ્તાહની અંદર તમારા શરીરમાં કોરોના વિરુદ્ધ જરૂરી શક્તિ વિકસિત થઈ જશે. પીએમે કહ્યું કે, જેવું ધૈર્ય તમે કોરોના કાળમાં દેખાડ્યું, તેવું ધૈર્ય તમે વેક્સિનેશનના સમયે પણ દેખાડો. પીએમે કહ્યું કે, વેક્સિનેશન બાદ પણ સામાજિક અંતર અને માસ્ક જરૂરી છે.

Default Opt-in Icon
સબસ્ક્રાઈબ કરો અને મેળવો મહત્વના તમામ સમાચાર
આપ જ્યારે પણ ઈચ્છો ત્યારે આ નોટિફિકેશન્સને બંધ કરી શકો છો