તાજા સમાચારગુજરાત

સુરત પહોંચેલી કોરોના વેક્સીનના પ્રથમ જથ્થાને આવકારતા અધ્યક્ષ પાટીલે કહ્યું – આ કારણે લોકોને મળશે વેક્સિન

151views

જેની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી છે તે કોરોના વેક્સિનનો જથ્થો પુણેના સિરમ ઇન્સ્ટિટ્યૂટમાંથી દક્ષિણ ગુજરાત માટે કુલ 93500 ડોઝ સપ્લાય થયો છે. આ જથ્થો સિવિલ કેમ્પસમાં બનાવેલા સાઉથ રીઝનના સ્ટોરેજ સેન્ટરમાં લાવવામાં આવ્યો છે. તેવામાં આ વેક્સિનનું સ્વાગત આરોગ્યમંત્રી કુમાર કાનાણી, પ્રદેશ અધ્યક્ષ પાટીલ સહિત અન્ય પદાધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું છે.

સુરત ખાતે વેક્સિનના આગમને લઈને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કહ્યું કે, વેક્સિનનો પુરવઠો કેન્દ્ર સરકાર તરફથી આવ્યો છે. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વેક્સિનની જે વ્યવસ્થા કરી છે તેના જ કારણે લોકો જે કોરોનાનો ભય છે તે દૂર થશે. તેમજ લોકો વધુ સુરક્ષિત રીતે પોતાનું જીવન જીવી શકે તેમાં વેક્સીન મહત્વનો ભાગ ભજવશે. તેના માટે વડાપ્રધાન મોદીનો, કેન્દ્ર સરકારનો, રાજ્ય સરકારનો તથા દેશના વૈજ્ઞાનિકોનો ખુબ ખુબ આભાર માનું છું.

આ સમગ્ર મુદ્દે આરોગ્યમંત્રી કુમાર કાનાણીએ જણાવ્યુ કે, સુરતમાં કોરોનની વેક્સીન આવી ગઈ છે ત્યારે ભારતી સંસ્કૃતિ પ્રમાણે વેક્સીનની પૂજા કરવામાં આવી છે. ત્યારે આજે સ્વદેશી વેક્સીન આવી છે જેના કારણે તમામ લોકો ખુબ ખુશ છે. તેવામાં આગામી દિવસોમાં 5 જિલ્લા અને સુરત મહાનગરપાલિકા તેમ કુલ 6 જગ્યાએ તેનું વિતરણ કરવામાં આવશે. જે સુરત સિવિલ હોસ્પિટલમાંથી થવાનું છે. તેમજ સરકારની ગાઈડલાઈન પ્રમાણે પ્રથમ તબક્કમાં જે લોકોનો સમાવેશ થાય છે તેઓને કોરોનાની રસી આપવામાં આવશે.

કયા કેટલા ડોઝ મોકલાશે

સુરત સિટીને 40 હજાર ડોઝ
સુરત જિલ્લાને 11500 ડોઝ
નવસારીને 11 હજાર ડોઝ
વલસાડને 15 હજાર ડોઝ
તાપીને 7 હજાર ડોઝ
ડાંગને 2500 ડોઝ

કોવિડની વેક્સિન આપવા માટેના નિર્ધારિત 22 સ્થાનો

વરાછા-એ- સ્મીમેર હોસ્પિટલ, મગો હેલ્થ સેન્ટર, પી.પી.સવાણી હાર્ટ ઇન્સ્ટીટ્યુટ
વરાછા-બી- મોટા વરાછા હેલ્થ સેન્ટર, એસ.બી.ડાયમંડ હોસ્પિટલ
લિંબાયત ઝોન-ભાઠેના કોમ્યુનિટી હેલ્થ સેન્ટર
ઉધના ઝોન- આરોગ્યમ હોસ્પિટલ, એપ્પલ હોસ્પિટલ
રાંદેર ઝોન-યુનાઇટેડ ગ્રીન હોસ્પિટલ, સેલ્બી હોસ્પિટલ, બીએપીએસ હોસ્પિટલ
સેન્ટ્રલ ઝોન-મહાવીર હોસ્પિટલ, નિર્મલ હોસ્પિટલ, વિનસ હોસ્પિટલ
કતારગામ ઝોન-પ્રાણનાથ હોસ્પિટલ, જીવનજ્યોત હોસ્પિટલ,કિરન હોસ્પિટલ
અઠવા ઝોન-મિશન હોસ્પિટલ, દ્વાતિ પ્રભુ જનરલ અને બેન્કર્સ હાર્ટ ઇન્સ્ટીટ્યુટ, સનસાઇન,ટ્રાઈસ્ટાર, સિવિલ