તાજા સમાચારગુજરાત

કોંગ્રેસમાં સૌથી મોટું ભંગાણ, કોંગ્રેસના પ્રખર આગેવાન સહિત 40 કાર્યકરોએ ધારણ કર્યો કેસરિયો

806views

ગુજરાત ભાજપને વધુ મજબૂત બનાવવા માટેની પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની મહેનત રંગ લાવી છે. કારણ કે, બૂથ સ્તરે ભાજપને વધુ કાર્યદક્ષ અને મજબૂત બનાવવા હેતુસર પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટીલે શરૂ કરેલી પેજ કમિટિની પહેલામાં અત્યર સુધીમાં લાખો લોકો જોડાઈ ચૂક્યા છે. જ્યારે બીજી તરફ મરણ પથારીએ પડેલી ગુજરાત કોંગ્રેસના કાંગરા ખરી રહ્યાં છે, પરિણામે વર્ષોથી પક્ષના વફાદાર કાર્યકરો, અગ્રણીઓ તથા નેતાઓ કોંગ્રેસમાં રહેલા અનેક પ્રકારના કકળાટના કારણે પક્ષ સાથે છેડો ફાડી રહ્યા છે.

રાજ્યના અનેક જિલ્લા તથા તાલુકા સ્તરે મોટી સંખ્યમાં કોંગ્રેસના કાર્યકરો તથા અગ્રેણીએ રાજીનામા ધરીને પક્ષને જબરદસ્ત ઝટકો આપી રહ્યા છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ફરી એકવાર કોંગ્રેસમાં મોટું ભંગાણ સામે આવ્યું છે. જેમાં નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સહિત જેટલા કોંગી કાર્યકરો વિધિવત રીતે ભાજપનો ખેસ ધારણ કર્યો છે.

કોંગ્રેસમાં પડેલા ભંગાણની વાત કરીએ તો, આજ રોજ વિકાસના વિવિધ કાર્યોના ખાતમુહુર્ત અને લોકાર્પણ પ્રસંગે આવેલા ગણદેવી-ચીખલીના ધારાસભ્ય અને ભાજપના જિલ્લાના પ્રમુખે ભાજપમાં જોડાયેલા કાર્યકરોને ખેસ પહેરાવી આવકાર્યા હતા.