તાજા સમાચારગુજરાત

રાજ્યમાં આટલી સ્પીડ લિમિટ કરતા વધુ ગતિથી વાહન ચલાવી શકાશે નહીં, જાણો સરકારનું જાહેરનામું

292views

રાજ્યમાં નાગરિકોને સુરક્ષા આપવાની સાથે સાથે માર્ગ અકસ્માતોની સંખ્યમાં ઘટાડો લાવવા માટે આજ રોજ રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડ્યું છે. જે હેઠળ રાજ્યના વાહન વ્યવહાર વિભાગે વાહન ચલાવવા માટેની ગતિ મર્યાદા નક્કી કરી છે. વાહન વ્યવહાર વિભાગના આદેશ પ્રમાણે રાજ્યમાં 120ની સ્પીડ કરતા વધુ સ્પીડે વાહન ચલાવી શકાશે નહીં. તો ટુ વ્હીલર વાહનો માટે પણ ગતિ મર્યાદા નક્કી કરવામાં આવી છે.

રાજ્યના વાહન વ્યવહાર વિભાગે આજે એક આદેશ બહાર પાડીને શહેરી વિસ્તાર, ગ્રામ્ય વિસ્તાર તથા જાહેર માર્ગો પર વાહન ચલાવવાની ગતિ મર્યાદા નક્કી કરી છે. જે નીચે મુજબ છે.

ગાડી માટે સ્પીડ લિમિટ

એક્સપ્રેસ હાઇવે 120

નેશનલ હાઇવે 100

સ્ટેટ હાઇવે 80

મ્યુન્સિપલ શહેરી વિસ્તાર 65

ગ્રામ્ય વિસ્તાર રોડ 50

માલસામાનની હેરફેર કરતા વાહનોની ગતિ મર્યાદા

એક્સપ્રેસ હાઇવે 80

નેશનલ હાઇવે 80

સ્ટેટ હાઇવે 70

મ્યુન્સિપલ શહેરી વિસ્તાર 60

ગ્રામ્ય વિસ્તાર રોડ 40

દ્વિચક્રી વાહનોની ગતિ મર્યાદા

નેશનલ હાઇવે 80

સ્ટેટ હાઇવે 70

મ્યુન્સિપલ શહેરી વિસ્તાર 60

ગ્રામ્ય વિસ્તાર રોડ 50