તાજા સમાચારગુજરાત

કોરોના સામેની સંજીવનીને અમદાવાદ એરપોર્ટ પર વધાવતા ડે. સીએમ નીતિન પટેલે કહ્યું – વેક્સીન માટે કોઈપણ નેતાની નહીં ચલાવાય લાગવગ

162views

કોરોના વેક્સિનનો પ્રથમ જથ્થો મંગળવારે સવારે પુણેના સીરમ ઇન્સ્ટિટ્યૂટથી અમદાવાદ એરપોર્ટ પહોંચી ગયો છે. આ પ્રસંગે DyCM નીતિન પટેલ એરપોર્ટ ખાતે હાજર રહ્યા છે. ગુજરાતમાં આવેલો જથ્થો પ્લેન મારફતે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યો છે. કંકુ ચોખાથી પૂજા કર્યા બાદ વેક્સીનને અમદાવાદ એરપોર્ટ પરથી રવાના કરાઈ હતી. જ્યાર બાદ વેક્સીનને ગાંધીનગર સ્ટોરેજ સેન્ટર તરફ રવાના કરાઈ હતી. વેક્સીનના આગમનને પગલે અમદાવાદ એરપોર્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, 16 જાન્યુ.એ પ્રથમ તબક્કો શરૂ થઈ રહ્યો છે. પુણેથી 2.76 લાખ વેક્સિનનો જથ્થો અમદાવાદ પહોંચ્યો હતો. વેક્સિન આવવાથી લોકોનો ઉત્સાહ વધ્યો છે. કેન્દ્ર સરકાર અને PM મોદીનો આભાર માનીએ છે કે આપણને કેન્દ્ર સરકાર તરફથી વિનામૂલ્યે જથ્થો મળ્યો છે. સાથે જ તેમણે કહ્યું કે, 1.20 લાખ ડોઝ અમદાવાદને મળશે જ્યારે 60 હજાર ડોઝ આવતીકાલે ભાવનગર મોકલાશે અને 94,500 ડોઝનો જથ્થો વડોદરા મોકલાશે. 93,500 ડોઝનો જથ્થો સુરત મોકલવામાં આવશે. રાજકોટ માટે 77 હજાર ડોઝ બાયરોડ પહોંચશે.

રસીકરણ મુદ્દે DyCM નીતિન પટેલનું નિવેદન

વેક્સિનેશનની તૈયારીઓને લઈને DyCM નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે જણાવ્યું હતુ કે, વેક્સિનેશનની કામગીરી 16 જાન્યુઆરીએ શરૂ થશે. પ્રથમ તબક્કામાં દેશના 3 કરોડ વોરિયર્સનું વેક્સિનેશન કરવામાં આવશે. ત્યાર બાદ 3 કરોડ કર્મીના વેક્સિનેશન માટેનો ખર્ચ સરકાર ઉપાડશે. પ્રથમ તબક્કાના રસીકરણ બાદ PM મોદી ફરી સમીક્ષા કરશે. ગુજરાતમાં 287 બુથ પર રસીકરણ શરૂ થશે. ગુજરાતમાં હાલ 25 હજાર બુથ વેક્સિનેશન માટે તૈયાર છે.

વેક્સીન લેવા માટે નહીં ચલાવાય કોઈપણ પ્રકારની ભલામણ કે લાગવગ

રસીકરણને લઈને નાયબ પ્રધાન નીતિન પટેલે સ્પષ્ટતા કરતા કહ્યું કે, આરોગ્ય કર્મચારીઓ અને કોરોના વોરિયર્સને સલામત રાખવા માટે ઉત્તરાયણના પવિત્ર પર્વના દિવસ પછી થવાની છે, ત્યારે કોઈપણ રાજકીય નેતા, રાજકીય વ્યક્તિ, કોઈ રાજકીય હોદ્દેદાર પ્રથમ તબક્કામાં લેશે નહીં કારણ કે આ વેક્સીન રાજ્યની પ્રથમ પ્રજા માટે છે. તેમજ જે લોકો આ વેક્સીન માટેના હકદાર છે તેઓને પ્રથમ તબક્કમાં વેક્સીન અપાશે. ત્યારે નેતાઓ કે અધિકારીઓ કોઈપણ રાજકીય ભલામણ કે લાગવગ લગાવીને વેક્સીન નહીં મેળવી શકે.