તાજા સમાચારગુજરાત

આ સેક્ટરમાં ગુજરાતને વર્લ્ડ ક્લાસ બનાવવાનો તૈયાર કરાયો રોડ મેપ, સીએમ રૂપાણીએ જાહેર કરી નવી પોલિસી

192views

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વની જાહેરાત કરી છે. સીએમે રાજ્યની નવી ટુરીઝમ પોલીસીની જાહેરાત કરી છે. જે દરમિયાન તેમણે કહ્યું કે, ગુજરાતને પોલીસી ડ્રીવન સ્ટેટ તરીકે બનાવવાનું છે.ગુજરાતને પોલિસી ડ્રિવન સ્ટેટ બનાવવાનું છે. સર્વિસ સેક્ટર વધુ રોજગારી આપે છે. ગિરનાર રોપ-વેસ સીપ્લેન, ઉપરકોટ અનેરાણકીવાવને ડેવલેપ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વધુને વધુ પર્યટકો આવે તેવી સુવિધાઓ કરવામાં આવી છે.

સીએમ રૂપાણીએ 5 વર્ષની પ્રવાસન પોલીસી જાહેર કરી છે. 2021થી 2025ની પોલીસી જાહેર કરવામાં આવી છે. સીએમે કહ્યું કે નવી પ્રવાસન નીતિ પાંચ વર્ષ માટે અમલમાં રહેશે. તાજમહેલ કરતાં વધુ પ્રવાસીઓ હવે સ્ટેચ્યુ ઑફ યુનિટિ આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે નવી પ્રવાસન પોલીસી મામલે સીએમ રૂપાણીએ જણાવ્યું કે ગીર લાયન, સોમનાથ ,અંબાજી ,પાવાગઢ ડેવલપમેન્ટ કરી રહ્યા છીએ, સાથે સાથે સિવરાજ પુર બ્રિજને પણ ડેવલોપમેન્ટ કરી રહ્યા છે. 2015 માં 50 કરોડના રોકાણ સુધી કેપ હતી સબસીડી હતી પરંતુ હવે કેપ કાઢી નાખી છે અને નવી નિતિ માં 1 કરોડનું રોકાણ અને 20 ટકા સબસિડી મળશે.

પ્રવાસન પોલીસીના મુખ્ય મુદ્દા

 ‘વોકલ ફોર લોકલ’ અંતર્ગત રાજ્યની કલા-સંસ્કૃતિ સાથે હસ્તકલા કારીગરીની ચીજવસ્તુઓનું દેશ-વિદેશના પ્રવાસીઓ સમક્ષ પ્રમોશન કરાશે
 ટુરિસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચરનો વિકાસ કરવા હોટેલ-કન્વેન્શન સેન્ટર્સ-વેસાઇડ એમિનીટીઝ સહિતની સુવિધા વિકસાવાશે
 સ્થાનિક રોજગાર વૃદ્ધિ માટે ટુરિસ્ટ ગાઇડસ નિયુકત કરવા સરકાર સહયોગ આપશે
 હોટેલ/રિસોર્ટસને ટુરિઝમ ગાઇડ નિયુકત કરવા વ્યક્તિ દિઠ મહત્તમ રૂ. ૪૦૦૦ની માસિક નાણાં સહાય ૬ મહિના સુધી અપાશે
 કેરેવાન ટુરિઝમ – મેડિકલ ટુરિઝમ – વેલનેસ ટુરિઝમ-હેરિટેજ ટુરિઝમ-ક્રુત્ઝ-રિવર ટુરિઝમને વેગ અપાશે
 વિશ્વભરના યુવા પ્રવાસીઓને આકર્ષિત કરવા માટે એડવેન્ચર ટુરિઝમને વેગ
 પ્રદુષણ રહિત-પર્યાવરણપ્રિય પ્રવાસન સ્થળ નિર્માણ કરવા રાજ્ય સરકાર વિવિધ કેપીટલ સબસિડી આપશે
 15% કેપિટલ સબસીડી મહત્તમ રૂ.2 લાખસુધી આપીને ઈ-વાહનોના ઉપયોગને પ્રોત્સાહન
 ઈ-વાહનો માટે પબ્લિક ચાર્જિંગ સ્ટેશન્સ વિકસિત કરવા રપ ટકા કેપિટલ સબસિડી અપાશે
 વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત સસ્ટેનેબિલિટી સર્ટિફિકેટ દ્વારા સસ્ટેનેબિલિટીની દિશામાં વધુ એક કદમ
 20% કેપિટલ સબસીડી સાથે નિર્ધારિત કરેલા હાઈ પ્રાયોરિટી ટુરિઝમ સેન્ટર્સ પર વિવિધ હોટલોની સ્થાપનાને પ્રોત્સાહન આપીને સંતુલિત પ્રાદેશિક વિકાસ સુનિશ્ચિત કરાશે
 એડવેન્ચર ટુરિઝમ ઇક્વિપમેન્ટ્સ માટે 15% કેપિટલ સબસીડી મહત્તમ રૂ.15 લાખસુધી પ્રદાન કરીને એડવેન્ચર ટુરિઝમને પ્રોત્સાહન અપાશે
 આગમી 5 વર્ષ સુધી પોલિસી અમલ માં રહેશે