તાજા સમાચારદેશ

કોરોનાના રસીકરણ પહેલા મુખ્યમંત્રી સાથેની બેઠકમાં PM મોદીનું મોટું એલાન, રસીકરણને લઈને આ મહત્વની જવાબદારી રાજ્ય સરકારની રહેશે

209views

16 જાન્યુઆરીથી દેશભરમા કોરોના વેક્સિનેશનની શરૂઆત થશે. ત્યારે વેક્સિનેશન અને રાજ્યોમાં કોરોનાના સંક્રમણને લઈને પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની આજે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં અલગ અલગ રાજ્યોમાં કોરોનાના સંક્રમણની પરિસ્થિતિ અને કોરોના વેક્સિનના રસીકરણને લઈને ચર્ચા કરવામાં આવી હતી. તેમજ રસીકરણ અભિયાનની પૂર્વ તૈયારીઓની સમીક્ષા તેમજ રાજ્ય સરકારોને આ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.

મુખ્યમંત્રી સાથે બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે, સૌથી પહેલાં ફ્રન્ટલાઇન વર્કર્સને કોરોના વેક્સીન લગાવવામાં આવશે. ત્યારબાદ સફાઇ કર્મીઓને રસી લગાવવામાં આવશે. ત્યારબાદ પોલીસકર્મીઓ, સુરક્ષાકર્મીઓ, સુરક્ષાબળોના જવાનોને કોરોના વેક્સીન થશે. બીજા તબક્કામાં 50 વર્ષ ઉપરના લોકો અને જે લોકો સંક્રમણ માટે વધુ સંવેદનશીલ છે, તેમને રસી લગાવવામાં આવશે.

પ્રધાનમંત્રી મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, ત્રણ કરોડ હેલ્થ વર્કર્સના વેક્સીનનો ખર્ચ કેન્દ્ર સરકાર આપશે. પહેલાં તબક્કામાં ત્રણ કરોડ હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટ વર્કર્સને વેક્સીન આપવામાં આવશે. અમે બૂથ લેવલ પર તૈયારી કરી રહ્યા છીએ. આ સાથે જ તેમણે કહ્યું કે વેક્સીનને લઇને અફવાઓ ન ફેલાય, તે અંગેની સાવચેતી રાજ્ય સરકારે રાખવી પડશે.

આ સાથે પીએમ મોદીએ કહ્યું કે, જે બે વેક્સીનને ઇમરજન્સી ઉપયોગની પરવાનગી આપવામાં આવી છે તે બંને મેડ ઇન ઇન્ડીયા છે. આ આપણા માટે ગર્વની વાત છે. તેમણે કહ્યું કે 16 જાન્યુઆરીથી દુનિયાના સૌથી મોટા રસીકરણ શરૂ થશે. ચાર અને વેક્સીન પર દેશમાં કામ ચાલી રહ્યું છે. તથા બંને વેક્સીન દુનિયાની બીજી વેક્સીનના મુકાબલે સસ્તી છે. ભારતની જરૂર અનુસાર બંને વેક્સીન બનાવવામાં આવી છે.