સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા વધુ એક વખત કોંગ્રેસની આબરૂના ધજાગરા, આ નેતાએ પક્ષની બરબાદીનું કારણ આપી ધરી દીધુ રાજીનામું

ગુજરાત કોંગ્રેસમાં વર્ષોથી ચાલી રહેલા જૂથવાદને કારણે છેલ્લા ઘણા સમયથી મરણ પથારીએ છે. જેના પરિણામે પક્ષના દિગ્ગજ નેતાઓ સહિત અનેક અગ્રેણીઓ તથા કાર્યકરો રાજીનામું આપી પક્ષ સાથે છેડો ફાડી રહ્યા છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે, કપરાડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સોમાભાઈ બાત્રીએ પદ પરથી રાજીનામું આપ્યું હતું.
◾️સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા વલસાડ જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ
◾️કપરાડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સોમાભાઈ બાત્રીએ આપ્યું પદ પરથી રાજીનામું
◾️જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલ અને પૂર્વ સાંસદ કિશન પટેલના મનસ્વી વર્તન અને નિર્ણયોને લઇ આપ્યું રાજીનામું#Gujarat #Valsad pic.twitter.com/k7rz5vJA7f— DD News Gujarati (@DDNewsGujarati) January 11, 2021
ગુજરાત કોંગ્રેસમાં રાજીનામાનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. જેના પરિણામે કોંગ્રેસ ખોખલી બની ગઈ છે. ત્યારે કપરાડા તાલુકાના પ્રમુખે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું તો આપ્યું પરંતુ આ સાાથે કોંગ્રેસ પક્ષમાં વર્ષોથી ચાલી રહેલા જૂથવાદને ઉજાગર કરી કોંગ્રેસની આબરૂના ધજાગરા ઉડાડી નાખ્ય છે. સોમાભાઈ બાત્રીએ પક્ષમાંથી રાજીનામું આપવા પાછળ કારણ જણાવ્યું કે, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલ અને પૂર્વ સાંસદ કિશન પટેલના મનસ્વી વર્તન અને નિર્ણયોને લઇને હું આજે રાજીનામું આપવા મજબૂર થયો છું.