તાજા સમાચારગુજરાત

કોંગ્રેસમાં તીવ્ર જૂથબંધીના પરિણામે મોટો ભૂકંપ, એકસાથે 100થી વધુ કાર્યકરોએ ધારણ કર્યો કેસરિયો ખેસ

590views

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપે માઈક્રો પ્લાનિંગ શરૂ કરવાની સાથે સાથે તમામ મહાનગરોમાં બેઠકોનો ધમધમાટ શરુ કરી દીધો છે. પરંતુ હંમેશાની જેમ આ વખતે પણ ચૂંટણી પહેલા કોંગ્રેસમાં અનેક મોટા ભંગાણ સામે આવી રહ્યા છે. નબળી નેતાગીરીના કારણે ચૂંટણી સમયે એકજૂથ થઈને તૈયારીઓમાં લાગવાની જગ્યાએ હાલ કોંગ્રેસ પોતાના આંતરિક પ્રશ્નોમાં ગૂંચવાયેલ છે. જેના કારણે અન્ય જિલ્લાઓની જેમ ભાવનગર મહુવા કોંગ્રેસમાં ભડકો જોવા મળ્યો છે.

કોંગ્રેસમાં ભંગાણની વાત કરીએ તો, મહુવા શહેર તથા તાલુકાના અંદાજે 100થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા છે. આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને મહુવા કોળી સમાજના પ્રમુખ પ્રવીણભાઈ વાળા તથા સેદરડાં જિલ્લા પંચાયતના સભ્ય રમેશભાઇ તથા પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય રાવતભાઈ કામળિયા પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે.

આ સાથે જ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી નનાભાઈ કળસરિયા સહિત 100થી વધુ કાર્યકરોએ કેસરીયો ખેસ ધારણ કર્યો.. પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા, જિલ્લા અધ્યક્ષ મુકેશભાઈ, સાંસદ નારણભાઇ કાછડિયા,ઝોન મહામંત્રી ભુપતભાઇ બારૈયા, ધારાસભ્ય આરશી મકવાણા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.