તાજા સમાચારદેશ

મોદી સરકારે દેશમાં કોરોના રસીકરણની શરૂઆત કરવાનો દિવસ કર્યો નક્કી, આ તારીખથી શરૂ થશે રસીકરણ

322views

ભારતમાં કોરોના વેક્સીનની રસી આપવાની જાહેરાત કરી દેવામાં આવી છે. આગામી 16 તારીખે દેશમાં કોરોનાની વેક્સીન આપવાની જાહેરાત કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કોરોના વેક્સીનને લઈને રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે કરેલી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ આ જાહેરાત કરવામાં આવી છે.

બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, સૌથી પહેલા વેક્સીન હેલ્થ વર્કર્સને લગાવવામાં આવશે. જેની સરેરાશ સંખ્યા લગભગ 3 કરોડ છે. ત્યારબાદ 50 વર્ષથી વધુ ઉંમરના લોકો અને તેનાથી ઓછી ઉંમરના લોકોને રસી લગાવવામાં આવશે. જે પહેલાથી જ કોઈ ગંભીર બીમારીથી પીડિત છે. આવા લોકોની સંખ્યા લગભગ 27 કરોડ છે.

કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે 3 કરોડ આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન કામદારો નિ:શુલ્ક રસી આપવામાં આવશે. પરંતુ પહેલા તબક્કામાં રસી અપાવનારી બાકીના 27 કરોડ લોકોને રસી મફત મળશે કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. 50 વર્ષથી વધુ વયના લોકો માટે રસીકરણ અને ગંભીર રોગોથી પીડાતા કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા ઉઠાવવામાં આવશે, આ અંગે સોમવારની બેઠકમાં ચર્ચા થઈ શકે છે.

દેશમાં ઈમરજન્સી યુઝ માટે બે વેક્સિનને મંજૂરી મળી ગઈ છે. જેમાં સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)ની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિન સામેલ છે. બંને વેક્સિનને દેશના અલગ-અલગ વિસ્તારમાં પહોંચાડવા માટે સરકારે ટ્રાંસપોર્ટેશનની ગાઈડલાઈન જાહેર કરી દિધી છે.