તાજા સમાચારગુજરાત

નવા હોદ્દેદારો સાથે યોજાઈ અધ્યક્ષ પાટીલની બેઠક, જાણો આ મહત્વપૂર્ણ બેઠકમાં શું લેવાયો નિર્ણય

707views

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા જ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પોતાના નવા સંગઠનની જાહેરાત કરી દીધી છે. તેવામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં બપોરે ૧૨ વાગ્યે મળેલી પ્રદેશ ભાજપની નવી ટીમની બેઠકમાં આગામી ચૂંટણીને લઈને ચર્ચા અને રણનીતિ ઘડવામાં આવી હોવાની માહિતી સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ રહી છે.

સંગઠનનાં પ્રદેશ મહામંત્રી પદે ભીખુભાઈ દલસાણીયાને યથાવત રખાયા છે. ઉપરાંત પ્રદેશ મહામંત્રી તરીકે ભાર્ગવ ભટ્ટ, રજનીભાઈ પટેલ, પ્રદીપસિંહ વાઘેલા અને વિનોદભાઈ ચાવડાની પસંદગી કરાઈ છે. જ્યારે પ્રદેશ મંત્રી તરીકે મહેશ કસવાલા, રઘુભાઈ હુંબલ, પંકજ ચૌધરી, શિતલબહેન સોની, ઝવેરીભાઈ ઠકરાર, નૌકાબહેન પ્રજાપતિ, જ્હાનવીબહેન વ્યાસ અને કૈલાશબહેન પરમારને પસંદ કરાયા છે. જ્યારે પ્રદેશ કોષાધ્યક્ષ પદે સુરેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ સહ કોષાધ્યક્ષ પદે ધર્મેન્દ્ર શાહને નિમાયા છે.

નવસારીના સાંસદ સી.આર.પાટીલને 20 જુલાઈ 2020ના રોજ ગુજરાત ભારતીય જનતાપાર્ટીના 13 પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી મળ્યાના 6 મહિના બાદ પ્રદેશ સંગઠની જાહેરાત 7 જાન્યુઆરી 2021ના રોજ કરવામાં આવી છે. ટીમ પાટીલમાં 22 હોદેદારો ને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં તમામ જ્ઞાતિઓને સમવાનો પ્રયાસ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે કર્યો છે. તો પ્રદેશ અધ્યક્ષ પદ સંભાળ્યા બાદ એક વ્યક્તિ -એક હોદાની વાત પણ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલના સંગઠનમાં જોવા મળે છે.