તાજા સમાચારદેશ

કોરોનાની રસી દેશના ખૂણે ખૂણે પહોંચાડવા મોદી સરકારે તૈયાર કર્યો માસ્ટર પ્લાન, આ 41 સ્થળોની કરાઈ પસંદગી

215views

કોરોના મહામારીથી લોકોને સુરક્ષિત રાખ્યા બાદ હવે મોદી સરકાર કોરોનાની વેક્સિનેશનની તૈયારીમાં લાગી છે. કોરોના કાળમાં લોકોની સુરક્ષા માટે લાવામાં આવેલા નિર્ણયો તથા વેક્સિનેશન માટેની તૈયારીની રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા થઈ રહી છે. માત્ર એટલું જ નહીં પરંતુ વિશ્વ આરોગ્ય સંસ્થાએ અનેકવાર મોદી સરકારની કામગીરી પ્રશંસા કરી છે. તેવામાં આગામી કોરોના વેક્સિનને મંજૂરી મળ્યા બાદ સરકાર હવે રસીકરણ શરુ કરવાની તૈયારીમાં લાગેલી છે. સરકારે સંકેત પણ આપ્યો છે કે આગામી 13-14 જાન્યુઆરીથી રસીકરણ શરુ તઇ શકે છે. ત્યારે કોરોના વેક્સિનને દેશના દરેક ખુણામાં પહોંચાડવા માટે સરકારે પ્લાન તૈયાર કર્યો છે.

વેક્સિનનું ટ્રાન્સપોર્ટેશન માટે હવાઇ માર્ગનો ઉપયોગ કરવામાં આવશે. મહત્વની બાબત એ છે કે દેશના ઘણા એરપોર્ટ પર આવતી કાલથી આ પ્રક્રિયા શરુ થવાની શક્યતા છે. કોવિડ વેક્સિન ટ્રાન્સપોર્ટેશન મોડ્યુલને ભારત સરકાર દ્નારા તૈયાર કરવામાં આવ્યું છે. તેમાં પૂણે એરપોર્ટ ભારતીય વાયુસેના હસ્તક હોવાના કારણે તે પણ આનો ભાગ હશે. આ સિવાય સરકારે દેશમાં ઘણી જગ્યાઓ ઉપર મિની હબ પણ તૈયાર કર્યા છે. દેશની અંદર કુલ 41 એરપોર્ટ છે, જેમની પસંદગી વેક્સિન ડિલિવરી માટે કરવામાં આવી છે. આ માટે સરકાર, મંત્રાલયો અને એરપોર્ટ સંચાલકો વચ્ચે બેઠક પણ થઇ ચુકી છે.

આ સમગ્ર મામલે સરકારી સૂત્રોએ જણાવ્યું કે આખા દેશમાં વેકસિન ટ્રાંસપોર્ટ માટે એક કોમન ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતિ પ્રમાણે વેક્સિન ટ્રાન્સપોર્ટેશન માટેનું કેન્દ્ર પૂણે હોઇ શકે છે. તો પેસેંજર વિમાનો ઉપયોગ પણ વેક્સિન ટ્રાસપોર્ટેશન માટે કરવામાં આવશે.