તાજા સમાચારગુજરાત

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં કકળાટ ચરમસીમાએ, આ દિગ્ગજ નેતાએ પક્ષ વિરુદ્ધ ઠાલવ્યો બળાપો

405views

એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે હંમેશાની જેમ આ વખતે પણ ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટો કકળાટ સામે આવી રહ્યો છે. રાજ્યના અલગ અલગ જિલ્લામાં વર્ષોથી કોંગ્રેસના વફાદાર કાર્યકરો તેમજ અગ્રેણીઓ પક્ષમાં રહેલા આંતરિક પ્રશ્નોના કારણે પક્ષ સાથે છેડો ફાડી રહ્યા છે. જેના કારણે ફરી એકવાર કોંગ્રેસમાં રહેલો આંતરિક કલહ સામે આવ્યો છે.

રાજ્યના અન્ય જિલ્લાની જેમ જ ગાંધીનગર જિલ્લમાં કોંગ્રેસનો કકળાટ શરૂ થઈ ચૂક્યો છે. જેમાં ધારાસભ્ય બળદેવજી ઠાકોરના ફેસબુક પેજ પર કોંગ્રેસ વિરૂદ્ધ બળાપો જોવા મળ્યો છે. કોંગ્રેસમાં રહેલો આંતરિક જૂથવાદ ઉજાગર કરતા ધરાસભ્યએ આરોપ લગાવ્યો છે કે, આમંત્રણ પત્રિકામાં હાથે કરીને નામ ન છાપી નીચું દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. માત્ર એટલું જ નહીં પરંતુ કાર્યક્રમમાં પોતાનું ભાષણ પુરૂ કરતાની સાથે જ ભાગવા વાળી કરી હતી. જ્યારે બીજી તરફ ગાંધીનગર જિલ્લા પ્રમુખે કોંગ્રેસમાં કોઈ કકળાટ ન હોવાનો લૂલો બચાવ કર્યો હતો.