ગુજરાત

પીએમ મોદી આગામી બે સપ્તાહમાં ગુજરાતને આપશે બે મોટી ભેટ, જાણો અમદાવાદ અને સુરતમાં કયા મહત્વના પ્રોજેક્ટનો થશે શુભારંભ

533views

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગુજરાતમા એક પછી એક પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થઈ રહ્યા છે. આગામી બે અઠવાડિયામાં પણ પીએમ મોદીના હસ્તે ગુજરાતમાં મહત્વના પ્રોજેક્ટના ઈ લોકાર્પણ અને ઈ- શિલાન્યાસના કાર્યક્રમની તૈયારીઓ થઈ રહી છે.

16 જાન્યુઆરીએ કેવડિયા – વડોદરા રેલવે લાઈનનું ઈ- લોકાર્પણ
આ અંગે માહિતી આપતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે પીએમ મોદી 16 જાન્યુઆરીએ કેવડિયા રેલવે સ્ટેશનનું લોકાર્પણ અને કેવડિયા- વડોદરા રેલવે લાઈનનું ઈ – લોકાર્પણ કરશે તેમજ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન પણ કરશે.

18 જાન્યુઆરીએ અમદાવાદ મેટ્રો રેલના બીજા તબક્કાનો ઈ- શિલાન્યાસ
આ ઉપરાંત 18 જાન્યુઆરીએ પીએમ મોદી નવી દિલ્હીથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા અમદાવાદ- મેટ્રો રેલ પ્રોજેક્ટના બીજા તબક્કાનો શિલાન્યાસ કરશે. તેમજ સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનું પણ શિલાન્યાસ કરશે.

Default Opt-in Icon
સબસ્ક્રાઈબ કરો અને મેળવો મહત્વના તમામ સમાચાર
આપ જ્યારે પણ ઈચ્છો ત્યારે આ નોટિફિકેશન્સને બંધ કરી શકો છો