દેશ

સમગ્ર વિશ્વમાં પીએમ મોદીની બોલબાલા, દૂનિયાના સૌથી સ્વીકાર્ય નેતા, તમામ વૈશ્વિક નેતાઓને પછાડ્યા

338views

જનસેવાને જ જીવનમંત્ર બનાવનારા પીએમ મોદીની લોકપ્રિયતાના ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને ભારતમાં વસ્તીની ગીચતા હોવા છત્તા કોરોનાના કાળમાં પીએમ મોદીએ જે રીતે આખીય સ્થિતિ સંભાળી અને આપત્તિને અવસરમાં પલટી છે તેનાથી તેમની લોકપ્રિયતાના ગ્રાફમાં જબરજસ્ત વધારો નોંધાયો છે. અમેરિકન એજન્સી મોર્નિંગ કંસલ્ટ દ્વારા કરાયેલા સર્વેમાં આ વાત સામે આવી છે. એજન્સી અનુસાર પીએમ મોદીનો સ્વીકૃતિ રેટ 55 ટકા રહ્યો છે. જે દૂનિયાભરના નેતાઓ અને સરકારમાં સૌથી વધુ છે.
મોર્નિંગ કંસલ્ટ પોલિટિકલ ઈન્ટેલિજન્સે ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ભારત, ઈટલી, જાપાન, મેક્સિકો, દક્ષિણ કોરિયા, સ્પેન, અમેરિકા જેવા દેશોના નેતાઓની એપ્રુવલ રેટિંગ એટલે સ્વીકૃતિ દર જાહેર કર્યો છે. આ સર્વેમાં એવો દાવો કરાયો હતો કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને 75 ટકા લોકોએ સમર્થન આપ્યું હતું, જ્યારે વીસ ટકા લોકોએ એમને પસંદ કર્યા નહોતા એટલે સૌથી વધુ સ્વીકાર્ય નેતા તરીકે એમનો કુલ સ્વીકૃતિ રેટ 55 ટકાનો રહ્યો હતો.

દુનિયાના અલગ અલગ દેશના નેતાઓની તુલનાએ પીએમ મોદીને મળેલા વોટ વધુ હોવાથી તેમને વિશ્વના સૌથી વધુ સ્વીકાર્ય નેતા તરીકે જાહેર કરાયા. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હૉન્સનનો સ્વીકાર્ય રેટિંગ નકારાત્મક રહ્યો હતો એટલે કે એમને સમર્થન આપનારા લોકો કરતાં એમને નાપસંદ કરનારા મતદાતાઓ વધુ છે.

Default Opt-in Icon
સબસ્ક્રાઈબ કરો અને મેળવો મહત્વના તમામ સમાચાર
આપ જ્યારે પણ ઈચ્છો ત્યારે આ નોટિફિકેશન્સને બંધ કરી શકો છો