તાજા સમાચારગુજરાત

હું 20-20 રમવા આવ્યો છું, ત્રણેય વખત સદી ફટકારી છે – CM રૂપાણીનો હુંકાર

423views

કોરોનાના કાળમાં પણ ગુજરાતે અદભુત માળખાકીય વિકાસ સાધ્યો છે. રાજ્ય સરકાર દ્વારા કોરોના કાળમાં પણ સતત વિકાસલક્ષી કાર્યો કરવામાં આવી રહ્ય છે. ત્યારે આજ રોજ રાજકોટ મનપાના 25 જેટલા અને રાજકોટ શહેરી વિકાસ સાત મંડળના 10 કામોનું લોકાર્પણ અને ખાતમુર્હત કરવામાં આવ્યું છે. જેમાં તેમણે રાજ્યમાં ચાલી રહેલા વિકાસના કાર્યો વિશે વાત કરવાની સાથે સાથે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.

સીએમે જણાવ્યું કે કોરોનાના આ કપરા કાળમાં 2020ના લગભગ 10 મહિના આપણે સારામાં સારી સારવાર મળી રહે માટે સરકારનું તંત્ર પ્રજાના સહયોગથી પાર પાળ્યું છે. આપતીમાં અવસર કેમ પેદા થાય એ મહત્વનું છે. નવું વર્ષ એ વિકાસની હરણફાળ લઇને આવ્યું છે.

આ પ્રસંગે સીએમ રૂપાણીએ કહ્યું કે, ગુજરાતના શહેરો દુનિયાના શહેરોના સમકક્ષ ઉભા રહી શકે તે માટે ગુજરાત સરકારે પ્રયાસો કરી રહી છે. છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતના શહેરો સ્થાનિક પ્રશ્નોને ધ્યાનમાં રાખીને સ્માર્ટસીટી તૈયાર કરવામાં આવી રહી છે. શહેરમાં વસતો માનવી આનંદથી જીવે તથા જીવવા અને માણવા લાયક શહેરો બને એ દિશામાં સરકાર આગળ વધી રહી છે. આ સાથે સરકારે કાયદો વ્યવસ્થા પર વધુ ધ્યાન આપ્યું છે.

વિધાનસભાની ચૂંટણીને લઈને CM રૂપાણીએ પડકાર ફેંક્યો હતો અને જણાવ્યું હતુ કે હું 20-20 રમવા આવ્યો છું અને ત્રણેય વખત મે સદી ફટકારી છે. ટીપી સ્કીમ બનતી નહતી ત્યાં મેં ભ્રષ્ટાચાર વગર વિકાસની હરણફાળ ભરી છે. હું કહું કે હું 20-20 રમવા આવ્યો છે. 300 ટીપી સ્કીમ 3 વર્ષમાં. મેં ત્રણેય વર્ષમાં સદીઓ મારી છે.

સીએમે ઉમેર્યું હતું કે, આપણે અનેક વિકાસના લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા છે. છેલ્લા 2 મહિનામાં ગુજરાતનું નામ વિશ્વ લેવલે રોશન થાય તેવા કામો કર્યા છે. તેમાં ભારતનું સૌથી મોટો રોપ-વે પ્રધાનમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું. દિવસે વીજળી ખેડૂતોને મળે એ માટે ભારતમાં પ્રથમ એક માત્ર ગુજરાત રાજ્યમાં 1055 ગામોમાં વીજળી આપવા શરૂઆત કરાઈ છે. આ વર્ષે નવા 2500 ગામોને દિવસે વીજળી આપવામાં આવશે. ત્યારબાદ રાજ્યને પહેલું એઈમ્સ મળવા જઈ રહ્યું છે, જે આગામી 22 માસમાં શરૂ થઇ જશે. દરેક વિભાગમાં અલગ અલગ યોજના મારફતે સર્વના કલ્યાણ માટે સરકાર આગળ વધી રહી છે.

Default Opt-in Icon
સબસ્ક્રાઈબ કરો અને મેળવો મહત્વના તમામ સમાચાર
આપ જ્યારે પણ ઈચ્છો ત્યારે આ નોટિફિકેશન્સને બંધ કરી શકો છો