ગુજરાતદેશ

કેન્દ્ર સરકાર તરફથી રાજકોટને નવા વર્ષની વધુ એક ભેટ, PM મોદીએ કર્યું ઈ-ખાતમુહૂર્ત, જાણો ખાસિયતો

189views

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા વર્ષના પ્રથમ દિવસે છ રાજ્યોમાં લાઈટ હાઉસ પ્રોજેક્ટ(LHP)નો શિલાન્યાસ કર્યો છે. તેમણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગ્લોબલ હાઉસિંગ ટેક્નોલોજી ચેલેન્જ-ઈન્ડિયા(GHTC) અંતર્ગત અગરતલા(ત્રિપુરા), રાંચી(ઝારખંડ), લખનઉ(ઉતર પ્રદેશ), ઈન્દોર(મધ્ય પ્રદેશ), રાજકોટ(ગુજરાત) અને ચેન્નાઈ(તમિલનાડુ)માં લાઈટ હાઉસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો છે.

લાઈટ હાઉસ પ્રોજેક્ટ શું છે?

અદ્યતન ટેકનોલોજીથી આવાસ બનાવવામાં આવે છે
ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ અંતર્ગત છે લાઈટ હાઉસ પ્રોજેક્ટ
દેશમાં 6 શહેરોની આ પ્રોજેક્ટ હેઠળ થઈ છે પસંદગી
રાજકોટ, લખનઉ, રાંચી, અગરતલા, ઈન્દોર અને ચેન્નઈમાં લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત મકાન બનશે
રાજકોટમાં રૈયા સ્માર્ટ સિટી વિસ્તારમાં 118 કરોડ રૂપિયાના ખર્ચે આકાર પામશે પ્રોજેક્ટ
ભારતમાં અનુકૂળ એવી 54 ટેકનોલોજી પસંદ કરવામાં આવી છે
મોનોલીથીક પ્રકારનું બાંધકામ કરવામાં આવશે
આ માટે ટનલ ફ્રોમવર્ક ટેકનોલોજીનો ઉપયોગ થશે
આ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર ગ્રાન્ટ ફાળવશે
કેન્દ્ર સરકાર વિશેષ ટેકનોલોજી ઈનોવેશન ગ્રાન્ટ અંતર્ગત પણ રકમ ફાળવશે
118 કરોડના ખર્ચે EWS-2 પ્રકારના 1144 આવાસનું નિર્માણ થશે
દરેક આવાસમાં 2 રૂમ, લિવિંગ રૂમ, વોશિંગ એરિયા, પંખા, LED લાઈટ જેવી સુવિધા
આવાસોમાં પાર્કિંગ, કોમર્શિયલ કોમ્પલેક્ષ, આંગણવાડી, કોમ્યુનિટી હોલની પણ સુવિધા
દરેક આવાસમાં કમ્પાઉન્ટ વોલ, સોલાર સ્ટ્રીટ લાઈટ, રેઈન વોટર હાર્વેસ્ટિંગની પણ સુવિધા

Default Opt-in Icon
સબસ્ક્રાઈબ કરો અને મેળવો મહત્વના તમામ સમાચાર
આપ જ્યારે પણ ઈચ્છો ત્યારે આ નોટિફિકેશન્સને બંધ કરી શકો છો