ગુજરાતદેશ

વર્ષ 2021ના પ્રથમ દિવસે મોદી સરકારની ગરીબોને મહત્વની ભેંટ, રાજકોટમાં ફ્રાન્સની આ ટેકનોલોજીથી બનશે મકાનો

408views

પીએમ મોદીએ વર્ષ 2021ના પ્રથમ દિવસે દેશના છ રાજ્યોમાં સસ્તા હાઉસિંગ પ્રોજેક્ટની ભેંટ આપી છે. પીએમ મોદીએ ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ ઈન્ડિયા હેઠળ 6 રાજ્યોમાં લાઈટ હાઉસ પ્રોજેક્ટની શરૂઆત કરાવી. વર્ષ 2022 સુધીમાં દેશમાં તમામ બેઘર પરિવારોને પાક્કુ મકાન અપાવાના લક્ષ્યાંકને હાંસલ કરવામાં આ પ્રોજેક્ટ મહત્વનો સાબિત થશે. આ પ્રોજેક્ટ હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને ત્રિપુરા, આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, ઝારખંડ અને તમિલનાડુંમાં ભૂકંપ પ્રતિરોધક અને મજબૂત મકાન બનાવશે.

• વધારે મજબૂત, સુવિધાનજક અને આરામદાયક મકાનો
કાર્યક્રમને સંબોધનતા પીએમ મોદીએ કહ્યું કે આજે મધ્યમવર્ગ માટે ઘર બનાવવા દેશને નવી ટેકનોલોજી મળી રહી છે. આ લાઈટ હાઉસ પ્રોજેક્ટ દેશમાં આવાસ નિર્માણની દિશામાં ખૂબ સૂચક સાબિત થશે. આ ટેકનોલોજીથી બનેલા ઘરો વધારે મજબૂત, સુવિધાજનક અને આરામદાયક હશે. આ છ શહેરોમાં એક વર્ષમાં 1,000 મકાનો બનશે. એનો અર્થ એ થયો છે પ્રતિદિન અઢીથી ત્રણ મકાનો બનશે. આ પ્રસંગે પીએમ મોદીએ એન્જિનીયરો, વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોને અપીલ કરી કે તેઓ આ પ્રોજેક્ટની સાઈટ પર જાય અને તેનું અધ્યન કરે.

• રાજકોટમાં ફ્રાન્સની ટેકનોલોજીનો ઉપયોગ
આ તમામ પ્રોજેક્ટ માટે વિદેશી ટેકનોલોજીનો સહારો લેવાયો છે. પીએમ મોદીએ કહ્યું કે રાજકોટમાં ટનલના માધ્યમથી મોનોલિથીક કોંક્રીટ કંસ્ટ્રક્શન ટેકનોલોજીનો ઉપયોગ થશે. ફ્રાન્સની આ ટેકનોલોજીથી આપણને ગતિ પણ મળશે અને ઘર આપદાઓ સામે ટકવવામાં વધુ સક્ષમ પણ બનશે.

• સસ્તા મકાનો માટે મોદી સરકારની મહત્વની કામગીરી
પીએમ મોદીએ કહ્યું કે કેટલાક વર્ષો પહેલા ઘર ખરીદનારાઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતી. નાણાં આપીને પણ મકાન મળતા ન હતા. મકાન ખરીદનાર પુરા પૈસા ચૂકવી દેતા હતા અને ઘર મળવાની રાહ જોયા કરતા હતા. પરંતુ અમારી સરકારે આ વલણને બદલી નાંખ્યું છે. મહત્વનું છે કે લાઈટ હાઉસ પ્રોજેક્ટ કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયની મહત્વાકાંક્ષી યોજના છે જેના હેઠળ સ્થાનિક જળવાયુ અને ઈકોલોજીને ધ્યાનમાં રાખીને સસ્તા અને ટકાઉ મકાનો બનાવાય છે.

Default Opt-in Icon
સબસ્ક્રાઈબ કરો અને મેળવો મહત્વના તમામ સમાચાર
આપ જ્યારે પણ ઈચ્છો ત્યારે આ નોટિફિકેશન્સને બંધ કરી શકો છો