ગુજરાત

જનહિતને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં રાજ્યકક્ષાની નવરાત્રીનું આયોજન આ વર્ષે નહીં થાય, સીએમ વિજય રૂપાણીએ લીધો નિર્ણય

457views

કોરોનાની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારે રાજ્યકક્ષાની નવરાત્રીનું આયોજન નહીં કરવાનો નિર્ણય કર્યો છે. એટલે કે આ વર્ષે રાજ્યકક્ષાની નવરાત્રીનું આયોજન નહીં થાય. મહત્વનું છે કે આયોજકો ઉપરાંત ડોક્ટર્સ એસોસિએશને પણ નવરાત્રીમાં ગરબાનું આયોજન નહી કરવા રાજ્ય સરકારને ભલામણ કરી હતી.

આયોજકોનું કહેવું છે કે જો કોરોનાની વર્તમાન સ્થિતિમાં ગરબાનું આયોજન થાય તો સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો જળવાય નહી અને કોરોના સંક્રમણ વધુ ફેલાય. જેથી રાજ્ય સરકારે રાજ્યકક્ષાની નવરાત્રી નહીં યોજવાનો નિર્ણય કર્યો છે તે યોગ્ય છે. લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને જનહિતમાં નવરાત્રી નહી યોજવાના રૂપાણી સરકારના નિર્ણયને ગરબાના આયોજકોએ પણ આવકાર્યો છે.