દેશ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાની નવી ટીમ જાહેર, ગુજરાતમાંથી સાંસદ ભારતીબહેન શિયાળ બન્યા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ

321views

કેન્દ્રીય ભાજપની ટીમ ક્યારે જાહેર થશે તેને લઈને ચાલતી અટકળોને હવે અંત આવી ગયો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાજીએ પક્ષના નવા કેન્દ્રીય પદાધિકારીઓના નામની જાહેરાત કરી છે. જેમાં ગુજરાતમાંથી સાંસદ ભારતીબહેન શિયાળને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપાઈ છે. રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બન્યા બાદ ભારતીબહેન શિયાળે કેન્દ્રીય ટીમનો આભાર માન્યો છે.

આજે જાહેર થયેલા નવા નામોમાં 12 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, 8 રાષ્ટ્રીય મહામંત્રી, 13 રાષ્ટ્રીય મંત્રીના નામો પણ જાહેર કરાયા છે.આ ઉપરાંત વિવિધ મોર્ચાના રાષ્ટ્રીય પદાધિકારીઓના નામ પણ જાહેર કરાયા છે. જેમાં યુવા મોર્ચામાં કર્ણાટકના સાંસદ તેજસ્વી સૂર્યાનો સમાવેશ થાય છે. આઈટી તેમજ સોશિયલ મીડિયાના રાષ્ટ્રીય પ્રભારી તરીકે અમિત માલવીયાને રીપીટ કરાયા છે. જ્યારે રાષ્ટ્રીય પ્રવક્તાઓમાં અનિલ બલૂનીને મુખ્ય પ્રવક્તા અને મીડિયા પ્રભારી બનાવાયા છે. જે. પી. નડ્ડાની નવી ટીમમાં દેશના તમામ રાજ્યોને પ્રતિનિધિત્વ અપાયું છે.