ગુજરાત

ગુજરાતમાં આંશિક લોકડાઉન અંગે સોશિયલ મીડિયામાં વહેતા થયેલા મેસેજો પર નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની સ્પષ્ટતા

Actor Navdeep, Co Founder C Space Along With Rakesh Rudravanka - CEO - C Space
681views

ગુજરાતમાં કોરોનાને લઈને એવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે રાજ્યમાં ફરીથી આંશિક લોકડાઉન લાગુ થઈ શકે છે. સોશિયલ મીડિયા પર એવા મેસેજો વાયરલ થઈ રહ્યા છે કે ગુજરાતમાં આંશિક લોકડાઉન લાગુ થઈ શકે છે. સોશિયલ મીડિયામાં એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે લોકડાઉન અંગે રાજ્ય સરકાર જાહેરનામું પણ બહાર પાડી શકે છે.

જોકે સોશિયલ મીડિયામાં ચાલતી આવી માહિતીઓને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે સ્પષ્ટ શબ્દોમાં નકારતા જણાવ્યું છે કે ગુજરાતમાં લોકડાઉનની કોઈ શક્યતા નથી. નીતિન પટેલે સ્પષ્ટતા કરી કે કોઇએ લોકડાઉન અંગેની અફવાથી ભરમાવું નહીં. ગુજરાતમાં ધંધા રોજગાર સારી રીતે ચાલી રહ્યાં છે, ત્યારે લોકડાઉનની કોઇ શક્યતા નથી. નીતિન પટેલે લોકોને અફવાઓ ન ફેલાવવાની અપીલ પણ કરી છે.