તાજા સમાચારગુજરાત

કૃષિ સુધાર બિલ 2020માં રોડા નાખનાર કોંગ્રેસનો ભાજપ પ્રમુખ પાટીલે લીધો ઉધડો, કહ્યું આ બિલમાં માત્રને માત્ર ખેડૂતોના હિતોનું જ ધ્યાન રખાયું

133views

આજ રોજ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પત્રકાર પરીષદને સંબોધતા કહ્યું કે, કૃષિ સુધાર બિલ 2020માં ખેડૂતોની ખૂબ કાળજી રખાઈ છે. ખેડૂતોના હિત માટે મોદી સરકારે આ ક્રાંતિકારી પગલું ભર્યું છે. અને ખેડૂતોના વિકાસમાં આવતા તમામ અંતરાયો આ બિલના માધ્યમથી મોદી સરકારે દૂર કર્યા છે.

આ સાથે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કહ્યું કે, 2009-10માં યુપીએ સરકારમાં કૃષિ મંત્રાલયનું બજેટ એ ફક્ત 12,000 કરોડ રૂપિયા હતું અને પીએમ મોદીના સમયમાં આ બજેટ વધીને 1,34,000 કરોડ રૂપિયા થયું છે. જેનો સીધો જ ફાયદો ખેડૂતોને મળ્યો છે. આ સાથે તેમણે કહ્યું કે, ખેડૂતોના પાકની MSPથી થતી ખરીદ વ્યવસ્થા યથાવત છે અને રહેશે.

કોંગ્રેસ પર કર્યા પ્રહાર

અધ્યક્ષ પાટીલે આ બિલ અંગે પ્રતિક્રિયા આપતાની સાથે કોંગ્રેસ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. જેમાં તેમણે કહ્યું કે, આ બિલ અંગે ખેડૂતોને ઉશ્કેરવા એ કોંગ્રેસનું હંમેશાથી કૃત્ય રહ્યું છે. કોંગ્રેસના આવા વલણને ખેડૂતો ક્યારેય માફ નહી કરે. કૃષિ સુધાર બિલ 2020માં માત્રને માત્ર ખેડૂતોના હિતોનું જ ધ્યાન રાખવામાં આવ્યું છે.