તાજા સમાચારગુજરાત

રૂપાણી સરકારમાં લેવાય છે ધડાધડ નિર્ણય અને થાય છે ધડાધડ કામ જેનું પ્રજા જુએ છે પરિણામ, જાણો 7 દિવસમાં લેવાયેલા 9 દમદાર નિર્ણયો

413views

ગુજરાતની વણથંભી વિકાસ ગાથા અવિરત પણે ચાલતી રહે તે માટે રૂપાણી સરકાર દ્વારા અનેક વિકાસલક્ષી તથા પ્રજાલક્ષી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ત્યારે ગત સપ્તાહમાં એટલે કે છેલ્લા 7 દિવસોમાં રૂપાણી સરકાર દ્વારા 9 દમદાર નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં રાજ્યની પ્રજાને આર્થિક સહાયથી લઇને રાજ્યના અર્થતંત્રને ફરી એકવાર બુલેટગતીએ દોડાવવા માટેના દમદાર નિર્ણયો લેવામાં આવ્યા છે.

1. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના

PM મોદીના જન્મદિવસે CM રૂપાણીએ ગુજરાતની મહિલાઓ માટેની “ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના “નું લોન્ચિંગ કર્યું હતું. આ યોજનામાં 1 લાખ સખીમંડળો દ્વારા 10 લાખ બહેનોને જોડીને પરિવારના અંદાજે કુલ 50 લાખ લોકોને આર્થિક આધાર આપવાની આપણી નેમ છે. આ પ્રસંગે સીએમ રૂપાણીએ કહ્યું કે, મહિલાને શક્તિસ્વરૂપા કહીને આપણી સંસ્કૃતિમાં તેને જે ગૌરવવંતુ સ્થાન અપાયું છે. તેને હવેના સમયમાં પુરૂષ સમોવડી મહિલાશક્તિ બનાવીને સ્ત્રીશક્તિના સર્વાંગી વિકાસનો ધ્યેય આપણે પાર પાડીશું.

2. પ્રદૂષણ મુક્ત ગુજરાત માટે રૂપાણી સરકારની પહેલ

CM રૂપાણી દ્વારા રાજ્યના નગરો-શહેરોમાં વાહનોથી ફેલાતા વાયુ પ્રદૂષણને અટકાવવા બેટરી સંચાલિત ટુ વ્હીલર-થ્રી વ્હીલરના ઉપયોગને પ્રેરિત કરતી સહાય યોજના જાહેર કરવામાં આવી હતી. જે અંતર્ગત રાજ્યના ધોરણ-૯થી લઇને કોલેજ સુધીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બેટરી સંચાલિત ટુ વ્હીલર ખરીદવા સરકાર 12 હજાર રૂપિયાની સહાય આપશે. ક્લાયમેટ ચેન્જ ક્ષેત્રે ક્રાન્તિ લાવવા રાજ્ય સરકારના ક્લાયમેટ ચેન્જ વિભાગે વિવિધ 10 સંસ્થાઓ સાથે વર્ચ્યુઅલ એમ.ઓ.યુ. પણ કરવામાં આવ્યા છે.

3. પાણીદાર ગુજરાત માટે રૂપાણી સરકારનો પ્રયાસ

આ સાથે રાજ્ય સરકાર દ્વારા પાણીદાર ગુજરાત માટે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો. જે અંતર્ગત સીએમ રૂપાણીએ નર્મદા જિલ્લાના સાગબારા અને ડેડિયાપાડા તથા તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના કુલ 205 ગામો માટેની ઉકાઈ જળાશય આધારિત જૂથ પાણી પુરવઠા યોજનાનું ઈ-લોકાર્પણ કર્યું હતું. આ સાથે અંબાજીથી ઉમરગામના સમગ્ર આદિજાતી વિસ્તારને મુખ્ય ધારામાં જોડવા-સર્વાંગી વિકાસ માટે તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રૂ. 1 લાખ કરોડથી વધુની વનબંધુ કલ્યાણ યોજના અમલી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

4. સ્માર્ટ સિટીની દિશામાં રાજ્ય સરકારનું એક મહત્વનું પગલું

17 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગરમાં 365 દિવસ 24×7 પીવાનું પાણી પુરૂં પાડનારી યોજનાનું સરકાર દ્વારા ઇ-ખાતમુહૂર્ત કરાયું હતું. આ યોજના સ્માર્ટ સિટીની દિશામાં એક મહત્વનું પગલું છે. દેશભરમાં કેટલાક શહેરી વિસ્તારોમાં અમુક ભાગોમાં ૨૪×૭ પીવાના પાણીની યોજનાનો અમલ થયો છે, પરંતુ આખા શહેર માટેની આવી યોજનાનો અમલ દેશમાં પ્રથમ વખત થઈ રહ્યો છે.

5. ખેડૂતોના પડખે રાજ્ય સરકાર

ખેડૂતોના સર્વગ્રાહી કલ્યાણ માટે રૂપાણી સરકારે જાહેર કરેલી “સાત પગલાં ખેડૂત કલ્યાણાના” યોજનાના બીજા ચરણમાં 17 સપ્ટેમ્બરથી દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ દ્વારા જીવામૃત બનાવવાની યોજનાનો રાજ્ય વ્યાપી શુભારંભ CM રૂપાણીએ કરાવ્યો હતો. આ પ્રસંગે સીએમ રૂપાણીએ કહ્યું કે, ‘‘સાત પગલાં ખેડૂત કલ્યાણની યોજના’’માં આજે બીજા ચરણમાં આ બે પગલાં મહત્વના પુરવાર થશે. રાજ્યના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે દેશી ગાય આધારિત ખેતી અને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ દ્વારા જીવામૃત બનાવવા માટે સહાય ખેડૂતો માટે નવી આશાનું કિરણ લાવશે એવો મને દ્રઢ વિશ્વાસ છે.

6. ટેકા ભાવે ખરીદીનો શુભારંભનો નિર્ણય

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો. જે હેઠળ આગોતરી વાવણી કરી હોય તેવા ખેડૂતોને લાભ આપવા હેતુ રાજ્યમાં આગામી 21 મી ઓક્ટોબરથી મગફળીની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. જેમાં પ્રતિ મણ રૂા.1055 ના ભાવે 90 દિવસ સુધી ખરીદી પ્રક્રિયા ચાલું રહેશે.

7. વિશ્વ ફલક પર ગુજરાતનું નામ રોશન કરતો નિર્ણય

વિશ્વ ફલક પર ગુજરાતનું નામ ઝળહળી ઉઠે તેવો નિર્ણય રૂપાણી સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. જે અંતર્ગત ભાવનગરમાં વિશ્વનું પ્રથમ CNG ટર્મિનલ બનાવવાનો નિર્ણય સરકાર દ્વારા કરાયો હતો તેમા CM રૂપાણીએ CNG ટર્મિલન સ્થાપવા માટેની મંજૂરી આપવામાં આવી હતી.

8. કોરોના વોરિયર્સને રાહત

કોરોના સામેની જંગમાં સૌથી મહત્વની ભૂમિકા કોરોના વોરિયર્સની રહેલી છે. આ કોરોના વોરિયર્સ કોરોના સંક્રમિત દર્દીઓની સતત સેવા કરી રહ્યા છે. તેવામાં સુપ્રિમ કોર્ટના ક્વોરન્ટાઈન પિરિયડ નિર્દેશના આધારે રૂપાણી સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર કરતા કોરોના સંક્રમિત થયેલા ડોકટરો, આરોગ્ય કર્મચારીઓ હવે સારવાર અર્થે જેટલો સમય ક્વોરન્ટાઈન રહેશે તેટલા સમયને તેઓ ઓનડ્યૂટી ગણાવામાં આવશે.

9. રોજગારી આપવામાં આવ્વલ રૂપાણી સરકાર

કોરોના કાળમાં રૂપાણી સરકાર દ્વારા રોજગારલક્ષી નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં ગત સપ્તાહમાં રાજ્યના ગૃહ વિભાગે પોલીસમાં કુલ 7,610 નવી જગ્યાને મંજૂરી આપી છે. અને ટૂંક સમયમાં ભરતી પણ હાથ ધરાશે.