તાજા સમાચારદેશ

કૃષિ બિલ પર મગરના આંસુ સારતી કોંગ્રેસનો ચહેરો વધુ એક વખત બેનકાબ

269views

લોકસભામાં કૃષિ સુધારા અંગેના બે મહત્વના ખરડા કૃષિ ઉપજ વ્યાપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) ખરડો, 2020 અને કૃષિ (સશક્તીકરણ અને સંરક્ષણ) કિંમત આશ્વાસન અને કૃષિ સેવા પર કરાર ખરડો, 2020 પસાર થઇ ગયા. ત્યારે હવે કોંગ્રેસ દ્વારા આ બિલનો ખુલી વિરોધ કરાઈ રહ્યો છે. કોંગ્રેસ આ બિલને લઇને મોદી સરકાર પર આરોપો લગાવી રહી છે કે, સરકાર આ બિલ લાવીને APMC એક્ટ સમાપ્ત કરવા જઈ રહી છે પરંતુ જો ભૂતકાળ પર નજર કરીએ તો કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ જ APMC એક્ટ સમાપ્ત કરવાની વાત કરી હતી.

આ બિલ પર શું છે કોંગ્રેસના આક્ષેપો

આ બિલને લઇને કોંગ્રેસ દ્વારા ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. એવી અફવાઓ ફેલાવામાં આવી રહી છે કે, લોકસભામાં પાસ થયેલા આ બિલ દ્વારા સરકાર MSPને સમાપ્ત કરવા જઈ રહી છે. અને સરકારના આ નિર્ણયથી ખેડૂતોને મોટા પાયે નુકશાન ઉઠાવવાનો વારો આવી શકે છે. જોકે મોદી સરકારે MSPની વ્યવસ્થાને યથાવત રાખીને ખેડૂતોને વધારાના વિકલ્પો આ બિલ હેઠળ આપી રહી છે.

વર્ષ 2013 માં કોગ્રેસે APMC એક્ટને સમાપ્ત કરવાની કરી હતી માંગ

7 વર્ષ જુનો એક ફોટો વાયરસ થયો છે. જે જોઈને સ્પષ્ટ થઈ ગયું છે કે, કોંગ્રેસ અને રાહુલ ગાંધી કૃષિ બિલ વિરોધ કરીને પોતાના રાજકિય રોટલા શેકવા માટે કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી ફોટો ઉપર લખ્યું છે કે, કોંગ્રેસ શાસિત તમામ રાજ્યો એપીએમસી એક્ટથી ફળો અને શાકભાજીને ડિલિસ્ટ કરશે, આનો અર્થ એ થાય છે કે, કોંગ્રેસ શાસિત તમામ રાજ્યોમાંથી એપીએમસી એક્ટમાંથી ફળો અને શાકભાજીને બાકાત રાખશે.

આ વાયરલ ફોટો સામે આવ્યા બાદ એ વાત તો સ્પષ્ટ થઈ ચૂકી છે કે કોંગ્રેસ અને રાહુલ ગાંધી કૃષિ સંબધિત બિલનો વિરોધ માત્ર રાજકીય સ્વાર્થ ખાતર જ કરી રહી છે. અસલમાં તો કોંગ્રેસને ખેડૂતોના ખભા પર રાજનીતિની જાજમ બિછાવવી છે.