તાજા સમાચારગુજરાત

ગુજરાતના આ જિલ્લમાં બનશે આવી આધુનિક મેડિકલ કોલેજ, DY.CM નીતિન પટેલે કરી મોટી જાહેરાત

483views

ગુજરાતને વધુ એક મેડિકલ કોલેજ અને હોસ્પિટલ મળવા જઈ રહી છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું કે કેન્દ્ર સરકારે પંચમહાલ જિલ્લાના ગોધરામાં નવી મેડિકલ કોલેજ બનાવવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ કહ્યું કે, આ મેડિકલ કોલેજ માટે 325 કરોડ રૂપિયાનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. જે પૈકી 60 ટકા ભારત સરકાર અને 40 ટકા રાજ્ય સરકાર ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે.

ગોધરામાં જિલ્લા કક્ષાની સરકારી હોસ્પિટલમાં 300 પથારીની સુવિધા ઉભી કરાશે. તેમજ આગામી દિવસોમાં વિદ્યાર્થીઓની જરૂરીયાત પ્રમાણે રહેવા માટે હોસ્ટેલની સુવિધા ઉભી કરાશે. જેના માટે આરોગ્ય વિભાગ તરફથી મહેસુલ વિભાગને દરખાસ્ત કરાઈ હતી જેના અનુસંધાને મહેસૂલ મંત્રી કૌશિક પટેલ દ્વારા 20 એકટ જમીન હોસ્ટેલ બનાવવા માટે ફાળવવામાં આવી છે.

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં હજુ વધારાની બીજી 2 મેડિકલ કોલેજ માટેની દરખાસ્ત ભારત સરકારમાં પેન્ડિંગ છે જેમાં મોરબી અને ખંભાળિયા ખાતે મેડિકલ કોલેજ અરજી કરાઈ છે.